તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ સ્ટેશને રેલટેલ ફ્રી વાઇફાઇ આપશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી ગૂગલ દ્વારા રેલ યાત્રીઓ માટે ફ્રી વાઇફાઇ સુવિધા આપી હતી. વલસાડ રેલવે સ્ટેશન ઉપર ફ્રી વાઈફાઈની સુવિધા ગૂગલ દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને રેલવેની રેલટેલ કંપની દ્વારા રેલ યાત્રીઓ માટે ફ્રી વાઇફાઇ સુવિધા આપવામાં આવી રહી છે.

વલસાડ સ્ટેશને 2 વર્ષ પહેલા ગૂગલ દ્વારા યાત્રીઓ માટે 30 મિનિટમાં 1 GB ફ્રી વાઇફાઇ સુવિધા આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ રેલવે સ્ટેશન ખાતે અપડાઉન કરતા રેલ યાત્રીઓને એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા, એન્ડ્રોઇડનું નવું સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ખાસ રેલવે સ્ટેશનના ગૂગલના ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરતા હતા. 2 વર્ષ બાદ ગૂગલ કંપની દ્વારા ફ્રી વાઇફાઇ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને રેલવેમાં યાત્રા કરતા યુવાનોને ગૂગલની ફ્રી વાઇફાઇ સેવાનો લાભ મળતો બંધ થયો હતો. જેની જગ્યાએ રેલવેની રેલટેલ કંપની દ્વારા રેલ યાત્રીઓને ફ્રી વાઇફાઇ સેવા આપવાનો નિર્ણય કરવામાં આવતા રેલવે યાત્રીઓ માટે રેલટેલ દ્વારા હાલ ફ્રી વાઇફાઇ સુવિધા આપવામાં આવી રહી છે.

ગુગલ કરતા રેલટેલની સ્પીડ ઓછી

વલસાડ ખાતે સ્કૂલ, કોલેજ, નોકરી વગેરે માટે આવતા રેલ યાત્રીઓ ગૂગલ વાઇફાઇનો ઉપયોગ કરતા હતા. અચાનક ગૂગલ વાઇફાઇ બંધ કરી દેતા તમામ રેલ યાત્રીઓ અટવાયા હતા. રેલટેલ દ્વારા આપવામાં આવતી વાઈફાઈની સ્પીડ ખુબજ ધીમી હોવાથી અભ્યાસ માટે તફલીફ પડી રહી હોવાનું કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો