તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ | વલસાડના અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ રવિવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ | વલસાડના અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ રવિવારે ગુંદલાવ ખાતે ઘરમાં ચોરી કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે રવિવારે થયેલી ચોરીની તપાસ કરતા ગુંદલાવના જ 3 કિશોર રોકડા રૂપિયા 14 હાજર સાથે પકડાયા હતા. 3 કિશોર અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે.

ગુંદલાવ ખાતે આવેલ સાંઈકૃપા કો.ઓ.હા.સોસાયટીમાં રહેતા પુનિત ગૌસ્વામી રવિવારે સાંજે પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યારે કોઇ ચોર ફ્લેટની પાછળની બારીમાંથી ઘરમાં ઘુસી 14 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. પોલીસે તપાસ કરતા નાના બાળકોનો હાથ હોવાની શંકા ગઈ હતી. ...અનુસંધાન પાના નં.3

શંકાના આધારે પોલીસના બાતમીદારો પાસેથી મળેલી બાતમી મુજબ ગુંદલાવ ખાતેથી ફરતા 3 કિશોરો પકડાયા હતા. જેની પાસેથી 14હજારનો મુદ્દામાલ પણ રિકવર ક રવામાં આવ્યો હતો. અંગ્રેજી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ચોરીના કરી શકે છે. તે સામાન્ય લોકોને માનવું અઘરું છે.

પોલીસે પકડેલા 3 કિશોર પૈકી 2 કિશોર સગા ભાઈ છે. અને તેમણે સ્કૂલે જવા માટે સાઇક લેવાની હોવાથી ચોરી કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે પકડેલા 3 તરૂણોમાં એક કિશોરના પિતા વલસાડ રૂરલ પોલીસમાં જ જીઆરડીમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસમાં જ ફરજ બજાવતા પિતાના બાળકને ચોરી કરવા ટેવાયેલો હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે. ગુંદલાવ વિસ્તારમાંથી હજુ કેટલી ચોરી કબૂલ કરે છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો