વલસાડ પાલિકાની નિષ્ફળતાથી ડમ્પિંગ સાઇટનો રોડ બંધ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ શહેર તથા મોગરાવાડી અબ્રામા ઝોન વિસ્તારના કચરાના નિકાલ માટે પારડીસાંઢપોરની ડમ્પિંગ સાઇટે જતો માર્ગ રેલવે કોરિડોરની હદમાંથી વપરાતા આગામી દિવસોમાં આ માર્ગ બંધ થવાની તૈયારી ચાલી રહી છે.જો ચોમાસા પહેલા નગરપાલિકા ડમ્પિંગ સાઇટના જૂના માર્ગને મરામત કરીને તૈયાર ન કરાય તો ગાર્બેજ ડિસ્પોઝલનની મોટી સમસ્યાને પાલિકા જાતે જ નોંતરૂં આપશે તેમાં નવાઇ નહિ.

વલસાડ પાલિકાના હજારો ટન કચરાના નિકાલ માટે શહેરની નજીક નદી પાસે પારડીસાંઢપોરની હદમાં ડમ્પિંગ સાઇટ કાર્યરત છે.આ સાઇટ ઉપર જવા માટે હાલમાં રેલવે કોરિડોરની ટ્રેક લાઇન પાસેની જમીન પરથી જતા રસ્તાનો ઉપયોગ પાલિકાના ટ્રેકટરો કરી રહ્યા છે.ટ્રેકટરોમાં શહેરભરનો કચરો ભરીને રેલવે કોરિડોરની જમીનના રસ્તામાંથી પાલિકાના ટ્રેકટરો પારડીસાંઢપોરની ડમ્પિંગ સાઇટ પર પહોંચી ગાર્બેજ ડિસ્પોઝલની કાર્યવાહી પાર પાડે છે.પરંતું હાલમાં ચોમાાસુ આવે તે પહેલા રેલવે કોરિડોરનો રસ્તો બંધ કરવામાં આવનાર છે.જો તેમ થશે તો કચરો ઠાલવવા માટે પાલિકાને લોઢાના ચણા ચાવવાની સ્થિતિ ઉભી થશે.આ સ્થિતિના મામલે વિપક્ષ નેતા અને મોગરાવાડી કાઉન્સિલર ગીરીશ દેસાઇ,સંજય ચૌહાણ, અપક્ષ સભ્ય ઝાકીર પઠાણ સહિત સભ્યોએ પ્રમુખ અને સીઓ સમક્ષ મુદ્દા ઉઠાવી નિરાકરણની માગ કરી છે. રેલવે તંત્ર કોરિડોરનો રસ્તો ટૂંક સમયમાં બંધ કરે તે પહેલા પારડીસાંઢપોર સાઇટનો જૂના રસ્તાની તાત્કાલિક મરામત કરી ખુલ્લો મૂકવા પાલિકા તંત્રની સપાટી પર આવેલી નિષ્ફળતા શહેરીજનોને ભારે પડશે તેવું જણાવ્યું છે.

મંજૂર રસ્તાના કામોના કોઇ ઠેકાણા નથી
વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ અને સભ્યોએ પાલિકાને અલ્ટિમેટમ આપતા રસ્તાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.ચોમાસામાં રસ્તાનો પ્રશ્ન આફતરૂપ બને તે પહેલા પાલિકા હજી જાગતી નથી.જે રસ્તા મંજૂર થઇ ગયેલા અને ટેન્ડરો થઇ ચૂક્યા તે રસ્તા અને ગટરના કામો કરવા માગ કરાઇ છે.

પ્રિમોન્સુન હેઠળ ગટરો સાફ કરવાનો મુદ્દો ગંભીર
પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત પત્ર આપી મહત્વના મુદ્દા પર જો હાલમાં જ કામગીરી ન થાય તો ચોમાસામાં ભારે મુશ્કેલીના સંજોગો ઉભા થનાર છે.પ્રિમોન્સુનની કામગીરીમાં ગટરની સફાઇ તાત્કાલિક કરવા તેમજ સ્ટ્રીટ લાઇટો પણ જે વિસ્તારોમાં બંધ છે તે ચાલૂ કરવા માગ કરાઇ છે. ગીરીશ દેસાઇ, વિપક્ષ નેતા

ભાસ્કર ન્યૂઝ|વલસાડ

વલસાડ શહેર તથા મોગરાવાડી અબ્રામા ઝોન વિસ્તારના કચરાના નિકાલ માટે પારડીસાંઢપોરની ડમ્પિંગ સાઇટે જતો માર્ગ રેલવે કોરિડોરની હદમાંથી વપરાતા આગામી દિવસોમાં આ માર્ગ બંધ થવાની તૈયારી ચાલી રહી છે.જો ચોમાસા પહેલા નગરપાલિકા ડમ્પિંગ સાઇટના જૂના માર્ગને મરામત કરીને તૈયાર ન કરાય તો ગાર્બેજ ડિસ્પોઝલનની મોટી સમસ્યાને પાલિકા જાતે જ નોંતરૂં આપશે તેમાં નવાઇ નહિ.

વલસાડ પાલિકાના હજારો ટન કચરાના નિકાલ માટે શહેરની નજીક નદી પાસે પારડીસાંઢપોરની હદમાં ડમ્પિંગ સાઇટ કાર્યરત છે.આ સાઇટ ઉપર જવા માટે હાલમાં રેલવે કોરિડોરની ટ્રેક લાઇન પાસેની જમીન પરથી જતા રસ્તાનો ઉપયોગ પાલિકાના ટ્રેકટરો કરી રહ્યા છે.ટ્રેકટરોમાં શહેરભરનો કચરો ભરીને રેલવે કોરિડોરની જમીનના રસ્તામાંથી પાલિકાના ટ્રેકટરો પારડીસાંઢપોરની ડમ્પિંગ સાઇટ પર પહોંચી ગાર્બેજ ડિસ્પોઝલની કાર્યવાહી પાર પાડે છે.પરંતું હાલમાં ચોમાાસુ આવે તે પહેલા રેલવે કોરિડોરનો રસ્તો બંધ કરવામાં આવનાર છે.જો તેમ થશે તો કચરો ઠાલવવા માટે પાલિકાને લોઢાના ચણા ચાવવાની સ્થિતિ ઉભી થશે.આ સ્થિતિના મામલે વિપક્ષ નેતા અને મોગરાવાડી કાઉન્સિલર ગીરીશ દેસાઇ,સંજય ચૌહાણ, અપક્ષ સભ્ય ઝાકીર પઠાણ સહિત સભ્યોએ પ્રમુખ અને સીઓ સમક્ષ મુદ્દા ઉઠાવી નિરાકરણની માગ કરી છે. રેલવે તંત્ર કોરિડોરનો રસ્તો ટૂંક સમયમાં બંધ કરે તે પહેલા પારડીસાંઢપોર સાઇટનો જૂના રસ્તાની તાત્કાલિક મરામત કરી ખુલ્લો મૂકવા પાલિકા તંત્રની સપાટી પર આવેલી નિષ્ફળતા શહેરીજનોને ભારે પડશે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...