તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ પાલિકાનું 111 કરોડનું બજેટ કારોબારીમાં મંજૂર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ નગરપાલિકાના કામદારોની હડતાળ,હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં દોડધામ વચ્ચે કારોબારી સમિતિએ 2019-20નું બજેટ મંજૂર કર્યું છે.રૂ.111 કરોડના બજેટને આખરી બહાલી માટે સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે.

વલસાડ નગરપાલિકાના વાર્ષિક બજેટને મંજૂરી માટે કારોબારી સમિતિના ચેરમેન ભરત પટેલના અધ્યક્ષ સ્થાને મંગવારે સાંજે બેઠક મળી હતી.જેમાં કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા બાદ વિચારવિમર્શ બાદ રૂ.111 કરોડના આવક અને ખર્ચ સાથેના બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું.જેમાં મહેસુલી આવક,ડિપોઝિટ અને એડવાન્સિસનું રૂ.110 કરોડ સામે મહેસુલી ખર્ચ,ડિપોઝિટ તેમજ એડવાન્સિસનું રૂ.111 કરોડના અંદાજિત ખર્ચનું બજેટ રજૂ કરાયું હતું.જો કે આ બજેટ કારોબારીમાં તો મંજૂર થયું છે પરંતું આખરી બહાલી આગામી સામાન્ય સભામાં માટે મૂકવામાં આવશે.

આમ વલસાડ પાલિકાનું વર્ષ2019-20નું બજેટના આંકડા જોતા પાલિકાની આવક સામે ખર્ચ વધારે છે.જેને પાલિકા કેવીરીતે સરભર કરશે તેની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો