તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ|વલસાડ નગરપાલિકાના રોજમદારોને મિનિમમ પે સ્કેલ ચૂકવવા હાઇકોર્ટનો હુકમનો અમલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ નગરપાલિકાના રોજમદારોને મિનિમમ પે સ્કેલ ચૂકવવા હાઇકોર્ટનો હુકમનો અમલ ન કરતા દાખલ થયેલા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસની મંગળવારે સુનાવણી હાથ ધરાઇ હતી.જેમાં કોર્ટે રોજમદારોને મિનિમમ પે સ્કેલ ચૂકવાયું છે કે નહિ તેવો પ્રથમ પ્રશ્ન ઉઠાવ્યો હતો.પાલિકા તરફે તેનો યોગ્ય જવાબ આપી શકાયો ન હતો.બીજી તરફ રોજમદારોની હડતાળનો વહેલો નિકાલ આવે તેની શહેરીજનો અને રોજમદારોમાં ઉત્કંઠા સાથે મીટ મડાઇ રહી છે.

વલસાડ પાલિકાના 446 રોજમદાર અને 130 કાયમી કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ વચ્ચે યુનિયન દ્વારા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.રોજમદારોને કાયમી કરવા માટે યુનિયન ગુજરાત મજદૂર સભાએ હાઇકોર્ટમાં ઘા નાખતા 2 નવેમ્બર 2018ના રોજ રોજમદારોને મિનિમમ પે સ્કેલ ચૂકવવા માટે હાઇકોર્ટે હુકમ કર્યો હતો.જેમાં પાલિકાને 1 જાન્યુઆરી 2019થી અમલ કરવા આદેશ કર્યો હતો. ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...