તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ લોકસભાની ચૂંટણીની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીને ઓપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ લોકસભાની ચૂંટણીની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીને ઓપ અપાઇ રહ્યો છે.ગુરૂવારે કલેકટર કચેરીમાં ચૂંટણી ઓબ્ઝર્વરે રાજકીય પક્ષોની મિટિંગ બોલાવી ઇવીએમ અને વીવીપેટની કાર્યવાહીનું રૂબરૂ નિદર્શન કર્યું હતું. આ પ્રક્રિયાનું સેકન્ડ રેન્ડેમાઇઝેશન કરાયું હતું.બેઠકમાં કોઇ પણ પ્રશ્ન હોય તો તેની રજૂઆત કરવા પણ જણાવ્યું હતું.

23 એપ્રિલે યોજાનારી વલસાડ લોકસભા બેઠકની ચૂંટણી માટે ઇવીએમની ચકાસણી કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર યશપાલ ગર્ગ અને જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા.ભાજપ તરફે વલસાડ શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોકસી, કોંગ્રેસમાંથી કાર્યકર સુરેશ વાઘિયા,બહુજન સમાજ પાર્ટીના કમલેશ તલાવિયા,બહુજન મુક્તિ પાર્ટીના ગુલાબ ખરપડીની હાજરીમાં ઇવીએમના યુનિટો અને વીવીપેટનું સેકન્ડ રેન્ડેમાઇઝેશન કરાયું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા માઇક્રો ઓબ્ઝર્વરનું રેન્ડેમાઇઝેશન કર્યું હતું.નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડર,લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ,ડે.જિ.ચૂંટણી અધિકારી કે.આર.પટેલ,ચૂંટણી મામલતદાર કૃતિકા વસાવા તથા સ્ટાફ સાથે પરામર્શ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...