તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોપર્ટી માટે સુરતના મામાએ વલસાડ આવી ભાણિયાને-બહેનને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત અને વલસાડની પ્રોપટી માટે સુરત રહેતા મામાએ વલસાડ રહેતા ભાણીયા અને બહેન ઉપર વલસાડ આવી હુમલો કર્યો હતો.

વલસાડના વસંતજી પાર્ક પ્લોટ નં. 31 અબ્રામા ખાતે રહેતો 29 વર્ષીય રાહુલ મહેન્દ્ર રાઠોડના ઘરે રવિવારે બપોરે 11 કલાકે તેના મામા સુરેશ છીબું રાઠોડ, મામી હંસા રાઠોડ તથા મામાની છોકરી ઉર્વશી અને કારનો ચાલક સાથે રાહુલના ઘરે અબ્રામા ખાતે આવ્યા હતા. મામાએ રાહુલને બોલાવી રાશન કાર્ડ માંગ્યો હતો. રાહુલે રાશન કાર્ડ આપવાની ના પાડી હતી. રાહુલની મમ્મી અને બહેનને હંસા રાઠોડ અને ઉર્વશી રાઠોડે ઘરની બહાર કાઠી મુક્યા હતા. અને ઢીક્કામુક્કીનો માર મારવા લાગ્યા હતા. આજુબાજુના લોકો આવી બચાવ્યા હતા. મામા સુરેશ રાઠોડે જતાજતા રાહુલને અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્થાનિક લોકોએ રાહુલને પૂછતાં રાહુલે જણાવ્યું હતું કે સુરત અને વલસાડ ખાતે નાનાની પ્રોપટી છે તે પ્રોપટી બાબતે સુરતની સિવિલ કોર્ટમાં કેસ ચાલુ છે. આ અંગે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પિતાનું મોત થતા પ્રોપર્ટી લેવા આવી પહોંચ્યો
વલસાડ અને સુરતમાં આવેલી મિલ્કત મારા પિતા છીબું જીણા રાઠોડની હતી. 2006 પહેલા મારા પિતા સુરત ખાતે મારા ભાઈ સાથે રહેતા હતા. મારા પિતાને મારો ભાઈ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાથી મારા પિતાજી 2006 થી 2019 સુધી મારી સાથે વલસાડ રહેતા હતા. હમણાં 2 મહિના પહેલા પિતાનું અવસાન થયું ત્યારે ભાઈ પિતાને અગ્નિ દાહ પણ આપવા આવ્યો ન હતો. જયારે પિતાનું માંદગીમાં મૃત્યુ થયા બાદ પ્રોપટી લેવા ભાઈ આવી પહોંચ્યો છે. મીના મહેન્દ્ર રાઠોડ, ફરિયાદીની માતા

અન્ય સમાચારો પણ છે...