તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ સિટી પો. સ્ટે.માં મથકમાં જ PI-PSI બાખડ્યા: PIની બદલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસપીએ DySPને તપાસ સોપી, તાત્કાલિક અસરથી પીઆઇને LIBમાં મુકાયા, સીપીઆઇ એસજે દેસાઈને ચાર્જ આપ્યો
વલસાડ સીટી પોલીસ મથકે શુક્રવારે સવારે પીઆઇ ભટ્ટની કેબિનમાં પીએસઆઇ પાટીલ વચ્ચે પ્રોહીબીશનના એક આરોપીને મારવાની ના પાડી હોવા છતા પીએસઆઇ પાટીલે આરોપીને ફટકાર્યો હતો જે મુદ્દે પીઆઇ ભટ્ટની પીએસઆઇ પાટીલ સાથે બબાલ થઇ હોવાનું કહેવાય છે.દારૂના આરોપીને મારમારવા મુુદ્દે પીઆઇ અને પીએસઆઇ વચ્ચે પીઆઇની કેબિનમાંજ થયેલી ઉગ્ર બોલાચાલી હાથાપાઈ સુધી પહોચી ગઇ હતી જેમાં પીએસઆઇએ પીઆઇનો કોલર પકડી લેતા તેમની નેઇમ પ્લેટ પણ તૂટી ગઇ હતી તેવુ જાણકારોનું કહેવું છે.આ ઘટનાને પગલે પોલીસ મથકનો સ્ટાફ અને અરજદારો પણ હેબતાઇ ગયા હતા. ઘટનાની જાણ એસપીને થતા તાત્કાલિક ધોરણે તેમણે પીઆઇ ભટ્ટની બદલી LIB શાખામાં કરી દીધી હતી. પીઆઇ ભટ્ટની જગ્યાએ સીપીઆઇ એસ જે દેસાઈને પીઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તમામ ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી હતી. વલસાડ પોલીસ બેડામાં દિવસ ભર સન્નાટો છવાઈ ગયો હતો. બંને અધિકારીઓ વચ્ચે થયેલી તુંતૂ મેંમેંથી બહાર ઉભેલા પોલીસ જવાનો અને અરજદારો પીઆઇની કેબીન બહાર ભેગા થઇ ગયા હતા.

શુક્રવારે વલસાડ સિટી પોલીસ મથકમાં પીઆઈ અને પીએસઆઈ વચ્ચે થયેલી બબાલ એ સાબિત કરે છે કે, વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ઉપરી અધિકારીઓ અને તેમની નીચાના અધિકારીઓ વચ્ચે બધુ બરાબર ચાલી નથી રહ્યું.

પીઆઈ એચ.જે. ભટ્ટ - પીએઆઈ સી.ટી. પાટીલ શું કહે છે
વહીવટી કામગીરી બાબતે પીએસઆઇ વચ્ચે ઘર્ષણ થયું
 શુક્રવારના રોજ બનેલી ઘટનામાં વલસાડ આઝાદ ચોકીના પીએસઆઇ પાટીલને વહીવટી કામ સોંપવામાં આવ્યું હતું. જે બાબતે પીએસઆઇને પૂછવા જતાં તેમણે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. એચ.જે. ભટ્ટ, પીઆઇ, વલસાડ સીટી

આ મુદ્દે હું કંઈ પણ કહીં ડિસિપ્લિન તોડવા નથી માગતો
પીએસઆઇ પાટીનનો સંપર્ક કરતા તેમણે આ ઘટના વિષે કોઈપણ કોઈપણ નિવેદન આપવાની ના પાડી રહ્યા હતા. હું મારૂં ડિસિપ્લિન તોડવા નથી માંગતો જેથી આ મુદ્દે કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. સીટી પાટીલ, PSI, વલસાડ સીટી

આમને
સામને
જિલ્લા પોલીસવડાનું શું કહેવું છે
ગાંજો વેચાતો હોવાની જાણ છત્તા PIએ કાર્યવાહી ન કરતા બદલી કરાઈ
 વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં ગાંજો વેચાઈ રહ્યો હોવાની પીઆઇને જાણ છત્તા કોઈ કાર્યવાહી કરી ન હતી અને એસઓજી દ્વારા ધોબીતળાવ વિસ્તારમાં શુક્રવારે નાર્કોટેક્સની રેડ કરી ગાંજો પકડાયો હતો. આ ગંભીરતા દરમિયાન પીઆઇ અને પીએસઆઇ વચ્ચે બનેલી ઘટનાને પણ ધ્યાને લઈને પીઆઇ ભટ્ટની બદલી LIB શાખામાં કરી છે. ઘટનાની તપાસ DYSP વલસાડને સોંપાઈ છે. તપાસ થયા બાદ સમગ્ર હકીકત શુ હતી તે બહાર આવશે. સુનિલ જોશી, એસપી, વલસાડ

અન્ય સમાચારો પણ છે...