તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ અને વાપીમાં માસ્ક અને સેનેટરાઇઝરનો વધુ ભાવ લેતા 8 વેપારીને 10 હજારનો દંડ ફટકારાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ ફેલાતો રોકવા સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક ઝુંબેશ સાથે લોકોને કોરોનાથી બચવા માસ્ક અને સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા ગાઇડ લાઇન અપાઇ રહી છે.ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે પરંતું આવા વિકટ સંજોગોમાં પણ બજારમાં માસ્ક અને સેનેટાઇઝરનો વેપલો શરૂ થઇ ગયો છે. પરિણામે મદદનીશ નિયંત્રણ કાનૂની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમે ડમી ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરતાં એમઆરપી કરતાં વધુ કિમત વસુલતા વલસાડના 6,વાપી 1 અને બીલીમોરાનો 1 સહિત 8 વેપારીઓ સાણસામાં ભેરવાઇ ગયા હતા.અધિકારીઓએ આ વેપારીઓને કુલ રૂ.10 હજારનો દંડ ફટકારતાં દૂકાનદારોમાં ફફડાટ પેસી ગયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરતાં ભારત સરકારે ‌‌અગમચેતીના પગલાંરૂપ વધુ અસરકારક પગલાં ભરવા સરકારના તમામ વિભાગોને કામે લગાડી દીધાં છે.કોરોનાથી સુરક્ષિત રહેવાના ભાગરૂપ ગુજરાત સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તથા તબીબો દ્વારા પણ શરદી,ખાંસી,તાવ હોય તેવા વ્યક્તિઓને મોઢેં માસ્ક પહેરવા,અને છીંક વખતે આવી વ્યક્તિથી 1 મીટર દૂર રહેવા અપીલ કરી છે ઉપરાંત હાથ ધોવા સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કરતાં બજારોમાં મેડિકલની દૂકાનોમાં માસ્ક અને સેનેટરાઇઝરની માગ વધી ગઇ છે.આ સંજોગોમાં ગુજરાત સરકાર નિયંત્રણ કાનુની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગને સૂચના જારી કરી બજારમાં વેચાણ કરાતાં માસ્ક અને સેનેટાઇઝરની વધુ કિમત વસુલનારાઓ સામે ચેકિંગનો આદેશ કરતા વલસાડ અને નવસારી જિલ્લામાં 28 એકમોની તપાસણી કરવા વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં વલસાડ,વાપી અને નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે એમઆરપીથી વધુ કિમત વસુલતા 8 વેપારી ભેરવાઇ ગયા હતા.જેમને કુલ રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે.

આ દૂકાનદારોને દંડ કરાયો

નામ સ્થળ

શાહ સર્જિકલ વલસાડ

જગદીશ મેડિકલ,તિથલ રોડ વલસાડ

સંજીવની મેડિકલ,તિથલરોડ વલસાડ

રવિ મેડિકલ સ્ટોર,તિથલ રોડ વલસાડ

ક્રિષ્ના મેડિકલ સ્ટોર,હાલર રોડ વલસાડ

ક્રિષ્ના મેડિકલ એન્ડ સર્જિકલ,ડીએન શોપિંગ વલસાડ

મેટ્રો મેડિકલ વાપી

ફાર્મા વિસ્ટા બીલીમોરા

ઉમરગામ-ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ અનેક મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા આ રીતે સેનેટરાઇઝર અને માસ ઉંચા ભાવે વેચીને ઊંગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. જે બાબતે પણ વહીવીટ તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ કરી આવા મેડિકલ સ્ટોરના સંચાલકોને દંડ ફટકારવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં વ્યાપક માગ ઉઠવા
પામી છે.


કોરોનાના ભય વચ્ચે નિર્ભય વેપલો

નિયંત્રણ કાનૂની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમનો સપાટો, ડમી ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરતાં પોલ ખુલી

મેડિકલ દૂકાનોમાં હજી ચેકિંગની કાર્યવાહી ચાલૂ રહેશે

રાજ્ય સરકારની સૂચનાના પગલે કોરોના વાયરસ સામે અગમચેતીના પગલાંના ભાગરૂપ બજારમાં માસ્ક અને સેનેટરાઇઝરના વેચાણમાં વધુ કિમત વસુલાય છે કે કેમ તેની તપાસણી હાથ ધરાઇ હતી.જેમાં વલસાડ,વાપી અને બીલીમોરા ખાતે કુલ 8 વેપારીઓને એમઆરપી કરતા વધુ ભાવ લેવાના મામલે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.હજી ચેકિંગ ચાલૂ રહેશે. > જે.આર.ગરાસિયા, મદદનીશ નિયંત્રણ કાનુની માપ
અન્ય સમાચારો પણ છે...