વલસાડ |વલસાડ રાબડા ખાતે આવેલું વિશ્વંભરી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ |વલસાડ રાબડા ખાતે આવેલું વિશ્વંભરી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સૂર્યયજ્ઞનું આયોજન કર્યું છે. ચૈત્રી નવરાત્રિમાં દરોજ સાંજે પૌરાણિક ગરબાનું પણ આયોજન કર્યું છે. ગુજરાત રાજ્ય અને આજુબાજુના રાજ્યોમાંથી ચૈત્રી નવરાત્રિ માટે વિશ્વંભરી ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા આવશે. રાબડા સ્થિત આવેલ વિશ્વંભરી માતાના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સૂર્યયજ્ઞ દરોજ સવારે 7:00 થી બપોરના 1: 00 દરમિયાન મહાયજ્ઞ કરાશે. રાત્રે પ્રાચીન ગરબાનું વિશ્વંભરી ધામ ખાતે આયોજન કર્યું છે. ચૈત્રી નવરાત્રિમાં 10 થી 15 હજારથી વધારે ભક્તો દર્શનની વ્યવસ્થા પૂરી કરી છે. જે સંચાલન સમિતિના કિરીટભાઈ, કિશોરભાઈ અને વીરાભાઈએ પત્રકારોને વિગત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...