વલસાડ સ્ટેશને ટ્રેનમાં ત્રણ યાત્રીઓના મોબાઈલ ચોરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ રેલવે સ્ટેશને ટ્રેનોમાં યાત્રીઓની ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી થયા છે. રેલવે પોલીસ મથકે 3 મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રેલવે સ્ટેશને દિવસે દિવસે મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી રહી છે.

વલસાડ રેલવે સ્ટેશન ખાતે ધોળા દિવસે પણ યાત્રીઓની ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરીઓની બની રહી છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ અને RPF પોલીસના પેટ્રોલિંગ સામે મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. વલસાડ રેલવે પોલીસ દ્વારા યાત્રીઓના મોબાઈલ ચોરી અટકાવવા અને મોબાઈલ ચોર પકડવો મોટો પડકાર રૂપ બન્યો છે. તાજેતરમાં વલસાડ રેલવે સ્ટેશનથી 27-09ના રોજ ઉમરગામના 37 વર્ષીય રામવિલાસ લલઈ યાદવ વલસાડ દવાખાને દવા લેવા આવ્યા હતા. દવા લઈને પરત સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ટ્રેનમાં ચઢવા જતા યાત્રીની ભીડનો લાભ લઈને શર્ટના ખિસ્સામાં મુકેલો મોબાઈલ ચોરાયો હતો., વલસાડના કોન્ટ્રાક્ટર દિપક બાબુ પાટીલ તા.25ના રોજ બાંદ્રા જયપુર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ટ્રેનમાં ચઢવા જતા યાત્રીઓની ભીડનો લાભ લઇ સુરત જતા દિપક પાટીલનો મોબાઈલ ચોરાયો હતો. અને નવસારીના મહેશભાઈ જીવરાજ મુળાસીયા વલસાડ કામ અર્થે આવ્યા હતા. કામ પતાવી તા 27ના રોજ બપોરે ઉમરગામ સુરત મેમુ ટ્રેનના જનરલ કોચમાં યાત્રીઓની ભીડનો લાભ લઈને શર્ટના ખિસ્સમાં મુકેલો મોબાઈલ ચોરાયો હતો. ટ્રેનોમાં મોબાઈલ ચોરીની ફરિયાદો દિવસે દિવસે વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...