છીપવાડનું ફિડર બંધ રહેવાનું હોય આજે વલસાડ શહેરમાં પાણી નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના છીપવાડ ફીડર ઉપર વીજ કંપની દ્વારા શનિવારે સવારે 6 થી બપોરે 2 દરમિયાન મેન્ટેનેન્સ માટે પાવર કટ આપેલ હોવાથી વલસાડ શહેરમાં પાણીની સપ્લાય બંધ રહેશે છીપવાડ ફીડરથી કલ્યાણબાગ પાણીની ટાંકી ખાતે પાવર સપ્લાય આવતો હોવાથી પાવર કટ રહેનાર છે જેથી પાણી બંધ રહેશે. બપોરે 2 વાગ્યા બાદ વીજ પુરવઠો આવ્યા બાદ કલ્યાણબાગ પાણીની ટાંકી ભરાયા બાદ પાણી આપવામાં આવશે.

વલસાડના છીપવાડ ફીડરનું અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી માટે સવારે 6 થી બપોરે 2 સુધી વીજ કંપની દ્વારા પાવર સપ્લાય બંધ રહેતા વલસાડ શહેરને પાણીનો પુરવઠો બંધ રહેશે. શનિવારે પાવર સપ્લાય ઉપર કાપ મુકવામાં આવનાર હોવાથી વલસાડ કલ્યાણબાગ પાણીની ટાંકી ખાતે છીપવાડ ફીડરથી પાવર સપ્લાય આવતો હોવાથી શહેરમાં પાણીનો પૂવઠો બંધ રહેશે તે મુજબની વલસાડ પાલિકા દ્વારા રીક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...