તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ જિલ્લાના કપરાડાની પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજન મળતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડાની પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજન મળતું ન હોવાની સંચાલિકા વિરૂધ્ધ થયેલી ફરિયાદમાં માંડવાળ કરવા રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયેલા ડે.મામલતદારને એસીબીએ બુધવારે કોર્ટમાં રિમાન્ડ મેળવવા રજૂ કર્યો હતો.જ્યાં વિવિધ 8 મુદ્દા ઉઠાવી રિમાન્ડની માગ કરતા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે 18 એપ્રિલ સુધીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કેસની વિગત એવી છે,કે કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં સરકારની મધ્યાહન ભોજન પિરસવાની કામગીરી કરતી સંચાલિકા વિરૂધ્ધ સભ્ય સચિવે મામલતદારને કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી.જેની તપાસ ડે.મામલતદાર હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ કરી રહ્યા હતા.દરમિયાન બ્રહ્મભટ્ટે સંચાલિકા અને તેના પતિને બોલાવી ફરિયાદની કાર્યવાહી થશે તો શાળામાંથી કાઢી મૂકાશે તથા કાર્યવાહી ન કરવી હોય તો રૂ.25 હજાર આપવા પડશે તેવું જણાવ્યું હતું.આ મામલે સંચાલિકાના પતિએ વલસાડ એસીબી પોલિસ સ્ટેશનમાં નોંધાવતા પીઆઇ પી.ડી.બારોટેે ડે.મામલતદાર વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો દાખલ કરી 16 એપ્રિલે કપરાડા મામલતદાર કચેરીમાં છઠકાંનું આયોજન કર્યુ હતું.જેમાં ડે.મામલતદાર હિતેન્દ્ર ભ્રહ્મભટ્ટ રૂ.25 હજારની લાંચ લેવા રંગેહાથ ઝડપાતા આરોપીને બુધવારે રિમાન્ડ અર્થે રજૂ કરતાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતો કોર્ટે હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...