વલસાડ રેલવે સ્ટેશને મોબાઈલ ચોરનાર સુરતથી ઝડપાઈ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર સુરતના સિનિયર સિટિઝનનો મોબાઈલ ચોરાયો હતો. ટિકિટ લીધા બાદ ટ્રેન પકડવા જતા સિનિયર સિટિજનને અચાનક મોબાઈલ ન મળતા શોધખોળ કરી હતી. સુરત રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા જતા રેલવે LCBએ ચોરને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અનેક મોબાઈલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

સુરતના અડાજણ વિસ્તારમા રહેતા કનુભાઈ નરોત્તમદાસ પટેલ તા.25-09-2019ના રોજ વલસાડ કામ અર્થે આવ્યા હતા. વલસાડ ઇકામ પતાવી પરત સુરત જવા સાંજે 7 કલાકે વલસાડ રેલવે સ્ટેશન ટિકિટ બારી ખાતે પહોંચ્યા હતા. ટિકિટ બારીથી સુરતની જનરલ ટિકિટ લીધી હતી. ટિકિટ લઈને પ્લેટફોર્મ તરફ ટ્રેન પકડવા જઈ રહ્યા હતા. જે દરમિયાન કનુભાઇએ તેના શર્ટના ખિસ્સામાં ચેક કરતા મોબાઈલ મળેલ નહિ. તાત્કાલિક ટિકિટ બારી પાસે ચેક કરતા 45 હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. કનુભાઇએ સુરત રેલવે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે રેલવે સુરત LCB એક મોબાઈલ ચોરને પકડી લાવી હતી. મોબાઈલ ચોર રામુ દિલીપ મહંતો પકડી લાવી હતી. રામુ મહંતો પાસેથી માળી આવેલા મોબાઈલ ચેક કરતા કનુભાઈનો મોબાઈલ મળી આવ્યો હતો.

11 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા
રેલવે LCBની ટીમે સુરત રેલવે સ્ટેશન ઉપરથી શંકાના આધારે એક મોબાઈલ ચોર ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 11 જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. વલસાડ રેલવે પોલીસ હદ વિસ્તારના કુલ 5 ગુના ડિટેન કરવામાં આવ્યા છે. રેલવે LCBએ કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...