તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ કલેકટરે અધિકારીઓ અને કર્મીઓનો ડેટા એન્ટ્રી મામલે ઉધડો લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અરજદારોની જે તે વિભાગની કલેકટરાલયમાં આવતી અરજીઓનો નિકાલ કરવા અને નિયમિત ડેટા એન્ટ્રી કરવાના બદલે સમય લંબાવી વિલંબ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને કલેકટરે ઠમઠોર્યા છે. સીએમ બોર્ડની બેઠકમાં કલેકટર સી.આર.ખરસાણે શાલીનતાથી આક્રમકતા દેખાડી પરોક્ષ ઉધડો લેતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો.

જિલ્લા કલકટર કચેરીના સભાગૃહમાં કલેકટર સી.આર.ખરસાણે સીએમ ડેસ્ક બોર્ડની બેઠક બોલાવી હતી.જેમાં ચીટનીશ શાખા, મહેસુલ શાખા,પુરવઠા શાખા સહિત દરેક વિભાગોના અમલીકરણ અધિકારીઓને બોલાવાયા હતા. કલેકટરે હાથ ધરેલી સમીક્ષા પ્રક્રિયામાં અરજદારોની અરજીનો સમયસર નિકાલ આવતો નથી અને ડેટા એન્ટ્રીના કામોમાં વિલંબ થવાના મુદ્દે અધિકારીઓનો પરોક્ષ ઉધડો લઇ સમયસર કામોનો નિકાલ કરવા ફરમાન કરતા અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો.સીએ ડેસ્ક બોર્ડ દ્વારા કામગીરીની નોંધ લેવાતી હોય જિલ્લામાં તમામ અરજદારોના કામો અને ડેટા એન્ટ્રી પ્રક્રિયા વહેલી પૂરી કરી દેવા સૂચના જારી કરી હતી. લોકોના કામોના વિલંબના કારણે અરજદારોને અટવાઇ જવાનો વારો આવે ઉપરાંત દૂરના ગામો નગરોમાંથી આવતા અરજદારોનો સમય અને નાણાંનો વેડફાટ થતો રોકવામાં ન આવે તો પ્રજાને પરેશાની ભોગવવાની નોબત આવે છે તેવી કેફિયત વ્યક્ત કરી હતી.

સીએમ ડેસ્ક બોર્ડ ઉપર દરેક કામગીરનું ઓનલાઇન મોનિટરિંગ
ગાંધીનગર સીએમ ડેસ્ક બોર્ડ દ્વારા તમામ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પ્રજાના કામોના નિકાલ અને ડેટા એન્ટ્રીનું ઓનલાન મોનિટરિંગ સિસ્ટમ ચાલી રહી છે. જેના કારણે કલેકટર સી.આર.ખરસાણે જિલ્લા વહીવટી તંત્રના દરેક વિભાગના અધિકારીઓને અરજદારોના કામો સમય મર્યાદામાં પૂર્ણઁ કરવા સાથે ડેટા એન્ટ્રી સમયમાં પૂરી કરવામાં કોઇ પણ કચાશ રખાશે તો ગંભીર નોંધ લેવાશે તેવું જણાવતા અમલીકરણ અધિકારીઓ સાવચેત થઇ ગયા હતા.

અરજી સમયમર્યાદા બહાર ન જાય તેની સંપૂર્ણ તકેદારી જરૂરી
 દરેક વિભાગોને તેમની પાસે આવતાં અરજદારોની અરજીઓનો સમયસર નિકાલ કરી તેની નિયમિતપણે ડેટા એન્ટ્રી કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરાઇ છે.કોઇપણ અરજદારોની અરજી સમયમર્યાદા બહાર ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું છે. સી.આર.ખરસાણ,કલેકટર

અન્ય સમાચારો પણ છે...