તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણથી ગુમ બાળકી ઉદવાડામાં રિક્ષા ચાલકની મદદથી પરિવારને સોંપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણ વિસ્તારમાં રહેતી એક 7 વર્ષીય બાળકી સોમવારે બપોર બાદ ઘરેથી ચાલી નિકળી હતી. છેક ઉદવાડા પહોંચી જતાં સ્ટેશન પરના રિક્ષાવાળાઓની મદદથી 181 અભયમ હેલ્પલાઈન દ્વારા આ બાળકીના માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવી તેમને સુપ્રત કરાઈ હતી.઼

અભયમ્ 181 હેલ્પલાઈન વલસાડ ઓફિસે એક ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું કે એક છોકરી મળી આવી છે. તપાસ માટે અભયમ્ની ટીમ ઉદવાડા રેલવે સ્ટેશને પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં રિક્ષાવાળા ઓના જણાવ્યા મુજબ એક 7 વર્ષિય બાળકી તેના ઘરેથી બપોર પછી કોઈને કહ્યા વગર ચાલી નિકળી હતી. રસ્તે ચાલતાં ચાલતાં તે કોઈ રિક્ષામાં ઉદવાડા સ્ટશેને આવી પહોંચી હતી. જ્યાં રિક્ષાવાળાએ પૂછપરછ કરતાં તે કંઈ બોલી શકતી ન હોવાનું જણાયું હતું. સ્થળ પરથી કોઈકે 181 અભયમ્ હેલ્પલાઈન પર મેસેજ કરતાં અભયમ્ ની ટીમ ઉદવાડા પહોંચી ગઈ હતી. જ્યાં બાળકીને મળી તપાસ કરતાં તેના માતા-પિતા દમણ ભીમપોર ચારરસ્તા પાસે રહે છે, તેવું જાણવા મળ્યું હતું. તેના પિતા સાથે ફોન પર વાત કરી તેમને પારડી પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. મળી આવેલી બાળકીને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી. આમ, અભયમની ટીમે એક ગુમ થયેલી બાળકીને તેના માતા-પિતા પાસે સુખરૂપ પહોંચાડી એક પ્રશંસનીય કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો