તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં પુરૂસોત્તમ રૂપાલા 14 એપ્રિલે સભા ગજવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના પ્રખર વક્તા અને કેન્દ્રિય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા વલસાડમાં સભા ગજવશે. વલસાડના ભાગડાવડા, કોસંબારોડ, દિલીપ ચોક ખાતે 14 એપ્રિલ રવિવારના રોજ સાંજે 4.30 વાગ્યે રૂપાલાની જાહેરસભા યોજાશે.સભા માટે ભાજપ દ્વારા મોટાપાયે તૈયારી કરાઇ રહી છે. લોકસભાની ચૂંટણી માટે વલસાડમાં ભાજપની પ્રથમ સભા થશે.જેના માટે જિલ્લા, તાલુકા, શહેર સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો કામે લાગ્યા છે. બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર વેગવંતો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...