તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદાનાં જાણકાર ટીબીગ્રસ્ત અંધ બાળકે તમામ રાજ્યના અધિકારીઓને દોડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મથી ટીબીની બીમારી સાથે ફરતો દિવ્યાંગ બાળક ટાટાવાળી ફણસા દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ ખાતે રહ્યો હતો. બાળકે ત્યાંથી વલસાડ જિલ્લા બાલ અયોગનો મદદ માટે સંપર્ક કર્યો હતો. ટાટાવાળી સંસ્થાએ 1000 રીક્ષા ભાડું આપી વલસાડ ખાતે આવ્યો હતો. બાળક દિવ્યાંગ હોવા છતાં એટલો સ્માર્ટ છે કે ગૂગલની મદદ વડે કોઈપણ જિલ્લાના અધિકારીઓનો નંબર મેળવીને વાત કરે છે. રાષ્ટ્રીય બાલ અયોગ્યના તમામ કાયદાઓ મોઠે કરેલા છે. બાળક તેના ધર લઈ જવામાં બાળ આયોગના પસીના છોડાવી નાખ્યા છે.

ઉત્તર પ્રદેશના મહારાજ ગંજનો સદાનંદ બલરામ વર્મા ઉમર 17 વર્ષ જે જન્મથી ટીબીની બીમારી છે. 2જી જૂને ભીલાડ ખાતે આવેલી ટાટાવાળી અંધજન શાળા ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં સંચાલોકોને 2 દિવસ બાદ મારી ટ્રેનની ટિકિટ છે જેથી 2 દિવસ રહેવા માંગ કરી હતી. ત્યારબાદ ત્યાંથી વલસાડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો ગૂગલના માધ્યમથી નંબર મેળવી તેને મદદ કરવા જણાવ્યું હતું. સમાજ સુરક્ષા અધિકારીએ વલસાડ બાળ આયોગને વાત કરી વલસાડ લાવવા જણાવ્યું હતું. યુવકે બાળ આયોગના અધિકારી સાથે આવવાની ના પાડી હતી. સંસ્થા દ્વારા રીક્ષા કરાવી વલસાડ ખાતે મોકલ્યો હતો. બાળ આયોગ પાસે ટીબીની દવા બાળકે માંગી હતી. દવા ન મળતા વલસાડ કલેક્ટરનો નંબર ગૂગલ દ્વારા સર્ચ કરીને કલેક્ટર પાસે મદદ માંગતા દવા પહોંચાડવામાં આવી હતી. CWC (ચાઈલ્ડ વેલફેર કમિટી) દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે તેને ટીબી માટે ચેકઅપ કરાવવા અને ઉંમરનું ચેકઅપ કરાવવા લઈજવામાં આવ્યો હતો. જ્યાં ટીબીનું ચેકઅપ કરાવ્યું હતું. જેજે એક્ટ મુજબ બાળકે ઉંમરની તપાસ કરવાની ના પાડી હતી. CWC દ્વારા બાળકને તેના જિલ્લામાં ખસેડવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે માટે પણ બાળક ના પાડી રહ્યો છે. દેશના મુખ્યત્વે તમામ રાજ્યોમાં ફરી ચુક્યો છે. અને તમામ રાજ્યોના CWC અધિકારીઓને આ બાળકની વિષે માહિતગાર છે. ધો.10 ભણેલ બાળકે જેજે એક્ટ મોઠે કરી રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...