ખેરગામના જામનપાડાની નાઈટ બસ બંધ થતા મુસાફરોને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડથી સાંજે ૭ વાગે ઉપડતી જામનપાડા નાઈટ રોકાતી અને સવારે જામનપાડા તેમજ આજુબાજુના અનેક ગામના મજૂરવર્ગ, વિદ્યાર્થી, નોકરિયાત અને ધંધાદારી મુસાફરોને લઈ સવારે 4.45 કલાકે જામનપડાથી ઉપડતી બસસેવા રદ થતા વલસાડ ટ્રેનના મુસાફરો રઝળવાનો વારો આવ્યો છે.આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન નાયક તેમજ 6 જેટલા ગામના સરપંચોએ કલેકટરને રજુઆત કરી બંધ થયેલી બસસેવા ફરી શરૂ કરવા માંગ કરી છે.

ખેરગામ તાલુકાના જામનપાડા ગામેથી વહેલી મળસ્કે 4.45 કલાકે ઉપડતી વલસાડ ડેપોની રાત્રી રોકાણ કરતી બસ આ વિસ્તારના અનેક ગામના મજૂર વર્ગ,વિદ્યાર્થી,નોકરિયાત માટે ખૂબ જ ઉપયોગી હતી,અને મળસ્કે લોકલ ટ્રેન કનેકશનની આ બસ પુરુષ કન્ડક્ટરોની અછતના લીધે અને મહિલા કન્ડકટરોની વૃદ્ધિના લીધે નાઈટ રદ કરી સિંગલડ્યુટી કરવાથી રોજિંદા મુસાફરોને ભારે હાલાકી થઈ રહી છે. ઉકેલ ન આવતા તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખ સંગીતાબેન નાયકે વલસાડ નવસારી જિલ્લા સમાહર્તાને બહેજ, ગૌરી, જામનપાડા, ચીમનપાડા, વડપાડા વિગેરેના સરપંચો સાથે લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...