તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ DGVCLના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ સામૂહિક CL પર ઉતરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના સંઘમાં જોડાયેલા 612 કામદારો અને એન્જીનીયર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે CL ઉપર ઉતરશે.

સાતમા પગાર પંચની અમલવારી પછી મળવા પાત્ર થતા લાભો, HRA અને એલાઉન્સ એપ્રિલ 2016થી ચૂકવવા, GSO -04 મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવા, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હક્ક રજાના પૈસા રોકડામાં ચૂકવવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરી સામે રિસ્ક એલાઉન્સ આપવા વગેરે પડતર પ્રશ્નોના નિકાલ માટે વારંવાર રજુઆત કરી હતી. નિરાકરણ ન આવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને GEB ઈન્જીનીયર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત લડત કરવાની નોટિસ અગાઉ આપી હતી. જેમાં વલસાડ ડિવિઝનમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના 612 કામદારો અને GEB એન્જીનીયર્સ એસોસિએશના 72 જેટલા એન્જીનિયર આગામી 14-11-2019ના રોજ માસ CL ઉપર ઉતરી પોતાનો વિરોધ પ્રદર્શન કરશે તેમ વલસાડના અધિક કલેક્ટરને બંને સંઘના આગેવાનોએ આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...