તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad News The Election Commission Has Complained To The Election Commission On The Issue Of Investigation Against Kalasar Talati 075552

કલસરના તલાટી સામે તપાસના મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લાના પારડીના કલસર ગામના તલાટી સામે આચારસંહિતાના ભંગની તપાસ તાલુકા પંચાયતના અધિકારી દ્વારા થતાં ચૂંટણી પંચને રાવ કરાઇ છે.અરજદાર ડે.માજી સરપંચે જિલ્લાકક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવા માગ કરી છે.

કલસર ગ્રામપંચાયતમાં આવતા અરજદારોને ચોક્ક્સ પક્ષને મત આપવાનું દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે ગામના તલાટી વિનોદ ટંડેલ વિરૂધ્ધ ડે.માજી સરપંચ કિરણ ઇશ્વરભાઇ પટેલે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને કરતા તપાસનો આદેશ થયો હતો.જેના પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પારડી તાલુકા પંચાયત કક્ષાના અધિકારી દ્વારા આ મામલે તપાસ કરતાં અરજદારોની ઇચ્છા વિરૂધ્ધ જવાબ લઇ સહિ કરાવાઇ હોવાની ફરિયાદ અરજદારે કરી છે.આ તપાસ અધિકારી સામે તલાટી અને અન્ય ઇસમોએ કરેલા વર્તનને લઇ જે જવાબ તેમણે તૈયાર કર્યો હતો તેના પર સહિ લઇ લીધી હોવાનું અરજદારે જણાવી ચૂંટણી પંચના સેકશન અધિકારી,ગાંધીનગરને ફરિયાદ કરી છે. જેમાં તલાટી સામેની તપાસ તાલુકા કક્ષાના નહિ પરંતું જિલ્લા ચૂંટણી અધિકારી કે જિલ્લાના કોઇ અધિકારી દ્વારા કરવામાં આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...