ડુંગરી પોલીસનો લોક દરબાર કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી| વલસાડ ડુંગરી પોલીસનો શુક્રવારે ડી.વાય.એસ.પી ચાવડા સાહેબની અધ્યક્ષતામા લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ડુંગરી પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારમાં ડુંગરી ગામના સરપંચ સમીરભાઈ પટેલે પોલીસ મથકે જે.જી.મોડ પીએસઆઈની નિમણૂક બાદ અસામાજિક તત્ત્વો અને ક્રાઈમ રેટમાં ધરખમ ઘટાડો થયો હોવાની પ્રસંશા કરી હતી.જયારે કોગ્રેસના આગેવાન નેતા જયંતી પટેલે પંથકની શાળા પાસે પેટ્રોલીંગ શરૂ કરવાની માંગ કરી હતી.તેમજ ડુંગરી પોલીસ મથકે નિમણુંક પીએસઆઈ જે.જી.મોડની કામગીરીથી જનતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...