તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદલાવ ચોકડીથી નશામાં એક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ રૂરલ પોલીસ બુધવારે રાત્રે કોમ્બિંગ નાઈટ માટે ગુંદલાવ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા. જે દરમિયાન અચાનક આજુબાજુમાંથી જોરજોરથી અવાજ આવતા તે દિશામાં ચેક કરી જોતા એક ઈસમ દારૂના નશામાં રોડ ઉપર બૂમો મારી રહ્યો હતો. ઈસમને ચેક કરતા તેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. સુનિલ ઉર્ફે ચોંગી રામદયાલ વર્મા, રહે- ઘડોઈ ફાટક, કલ્યાણ વાડીની પોલીસે ધરપકડ કરી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવી વલસાડ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...