તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ જતી ચાલુ ST બસે ચાલકને ચણવઇ બ્રિજ ઉપર ખેંચ આવી, 40 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીથી દમણ જતી બસના ડ્રાયવરને ખેંચ આવતા ચણવઇ બ્રિજ ઉપર બસ ડિવાઈડર કૂદીને બસ રોંગ સાઇડ જતી રહી હતી. બસના ડ્રાયવરની સજાગતાને લઈને બસની કંટ્રોલ કરીને બસને ડિવાઈડર ઉપર આવેલા લાઈટના થાંભલા સાથે ટકરાવીને બસ ઉભી કરી દીધી હતી. બસમાં સવાર વલસાડ જિલ્લા પંચાયતના ICDS મહિલા કર્મચારીએ ચાલુ બસે કૂદકો મારતા ઇજા ગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ બસના ડ્રાયવર અને ICDS કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

વલસાડ એસટી વિભાગમાં આવેલા બીલીમોરા ડેપોની બસ નં.GJ-18-Z-3729 નો ડ્રાયવર કમ્લેશ નારણભાઇ રાઠોડ તેમની બસ લઈને શનિવારે સવારે નવસારી બીલીમોરા દમણ બસ લઈને નીકળ્યા હતા. વલસાડ ડેપોથી યાત્રીઓને લઈને દમણ તરફ બસ જઈ રહી હતી. ચણવઇ બ્રિજ નજીક પહોચતાની સાથે બસના ડ્રાયવર કમ્લેશ રાઠોડને અચાનક ખેંચ આવી ગઈ હતી. ચાલકને ખેંચ આવતા બસ ચણવઇ બ્રિજ નીચેથી બસ લેવાની જગ્યાએ બ્રિજ ઉપર બસ દોડી ગઈ હતી. બ્રિજ ઉપર આવેલા ડિવાઈડર કુદાવી બસ સુરત જતા ટ્રેક ઉપર જતી રહી હતી. કમ્લેશ રાઠોડને ખેંચ આવી હતી જેથી બસ ...અનુસંધાન પાના નં.3

ચાલકને ખેચ આવતા બસ ડિવાઈડર પર ચઢી જતાં 1 મુસાફરે ઈજા પહોંચી હતી

સદનસીબે બસ હાઇવે ઉપર ન હતી
એસટી બસ વાયા પારનેરાના માર્ગે દોડતી હતી અને ચાલકને ખેંચ આવી ગઇ. સદનસીબે તે સમયે રોંગ સાઇડના ટ્રેક ઉપર કોઇ મોટું વાહન પસાર થઇ રહ્યું ન હતું જેથી કરીને યાત્રીનો બચાવ થયો હતો. જો બસ નેશનલ હાઇવે ઉપર દોડી રહી હોત તો મોટી જાનહાનીની પુરી સંભાવના હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો