તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ કોસ્ટલ હાઇવે ઉપર ઊભેલી ટ્રકમાં મોપેડ અથડાતા ચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ કોસ્ટલ હાઇવે ઉપર પાર્ક કરેલી ટ્રકે પાછળ મોપેડને સામેથી આવતા વાહનના લાઈટના પ્રકાશમાં આંખ અંજાવાથી મોપેડ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. મોપેડ ચાલકનું મોત થયું હતું.

વલસાડના ધરાસણાથી ભદેલી મોપેડ નં.GJ-15-DH-9089 બિપીનભાઈ હરિભાઈ ટંડેલ ભદેલી ગમે આવી રહ્યા હતા. કોસ્ટલ હાઇવે ઉપર એક ટ્રક નં.GJ-05-YY-9389ના ચાલકે ટ્રક સિગ્નલ દર્શાવ્યા વગર પાર્ક કરી જતો રહ્યો હતો. પાછળ આવતી મોપેડ ઉપર સવાર બિપિન ટંડેલ આવી રહ્યા હતા. સામેથી આવતા વાહનની લાઇટમાં બિપિન ટંડેલની આંખ અંજાય જતા ઉભેલી ટ્રક પાછળ બિપીનભાઈની મોપેડ ધડાકાભેર અથડાતા બિપિન ટંડેલને માથાના ભાગે અને છાતીના ભાગે થયેલી ગંભીર ઇજાઓને લઈને ઘટના સ્થળે બેભાન થઇ ગયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ખાનગી વાહનમાં બિપિન ટંડેલને કસ્તુરબા હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે બિપીનભાઈ ટંડેલને થયેલી ગંભીર ઇજાઓને લઈને મૃત જાહેર કર્યા હતા.

ટ્રકચાલકે સિગ્નલ વિના ટ્રક પાર્ક કરી હતી
 ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા વાહનચાલકોને પાર્ક કરતી વખતે પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખવા બાબતે જાગૃત કર્યા હતા. ટ્રકચાલકની બેદરકારીને લઈને અકસ્માત સર્જાયો હતો. ચાલુ રોડ ઉપર અંધારામાં મોટા વાહન ચાલકોએ વાહન પાર્ક કરતી વખતે સિગ્નલ લાઈટ ચાલુ રાખવી ફરજિયાત છે. જગદીશ પરમાર, પીએસઆઇ, જિલ્લા ટ્રાફિક પોલીસ

અન્ય સમાચારો પણ છે...