તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની જગ્યા ભરાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળામાં ધો. 6 થી 8માં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની જગ્યાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી હતી. હાલમાં વાર્ષિક પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગે સરકારના આદેશ મુજબ આ ખાલી જગ્યાઓ ભરવા કવાયત હાથ ધરી હતી. જેમાં જિલ્લાની પ્રા. શાળામાં 48 શિક્ષકોને ભરતીના ઓર્ડર સોમવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે અપાયા હતા.

વલસાડ જિલ્લાના 6 તાલુકાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી ધો.6 થી 8માં મુખ્ય વિષય ગણાતા ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જ નથી. આખુ વર્ષ આ મુખ્ય વિષયના શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો. શિક્ષક વગરના જ્ઞાનની વિદ્યાર્થી પર શું અસર થાય તેની અસર તેમના પરિણામમાં જોવા મળશે. આ શૈક્ષણિક વર્ષને પૂરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગે ખાલી પડેલી જગ્યાઓ માટે કવાયત હાથ ધરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં ધો. 6 થી 8ના વર્ગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે 50 શિક્ષકોની ફાળવણી કરાઈ હતી. સોમવારે વલસાડ બીઆરસી ભવન ખાતે યોજાયેલા ભરતી પસંદગી કેમ્પમાં આવેલા શિક્ષકો પૈકી 48 શિક્ષકોએ તેમના સ્થળની પસંદગી કરી હતી. જ્યારે કપરાડાની અંતરિયાળ સ્કૂલમાં ફરજ બજાવવાની 2 શિક્ષકોએ અસંમતિ દર્શાવતાં હજુ પણ બે જગ્યા ગણિત-વિજ્ઞાનના શિક્ષકો વિના ખાલી રહેવા પામી છે. બીઆરસી ભવન ખાતે યોજાયેલા પસંદગી કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી યશવંત પટેલ અને તેમની ટીમ હાજર રહી હતી. ખાલી પડેલી 48 જગ્યાઓ માટે શિક્ષકોને અધિકારીના હસ્તે ભરતીના ઓર્ડર અપાયા હતા.

કયા તાલુકામાં કેટલી જગ્યા ભરાઈ
વલસાડ- 02, પારડી- 03,વાપી- 03,ધરમપુર- 15, ઉમરગામ- 09

કપરાડા- 16 - 2 ખાલી છે. કુલ 48 ભરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો