તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીથી દાંડી જતી બસોને નમક સ્મારક સુધી લંબાવાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં લોકાર્પણન થયેલ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે આજુબાજુના હજારો લોકો મુલાકાત માટે જાય છે. યાત્રીઓના ટ્રાફિકને જોઈને વલસાડ વિભાગીય નિયામક દ્વારા નવસારીથી દાંડી જતી તમામ લોકલ બસોને નમક સ્મારક સુધી ટ્રીપ લંબાવવાનો નિર્ણય મંગળવારથી ટ્રીપ શરૂ કરવામાં આવશે.

તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા નવસારી ખાતે લોકાર્પણ થયેલ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક સુધી નવસારીથી દાંડી જતી તમામ લોકલ બસોને મંગળવારથી નમક સ્મારક સુધી લંબાવવામાં આવી છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ નવસારી રાષ્ટ્રીય નમક સ્મારક સુધી પ્રવાસીઓની સુવિધા વધારવાના પ્રયાસ રૂપે મંગળવારથી દાંડી જતી ટ્રીપ લંબાવવામાં આવી છે. જેથી પ્રવાસીઓએ દાંડી થી નમક સ્મરાક સુધી જવા માટે અગવડતા પડતી હતી. જેને ધ્યાને લઈને વલસાડ વિભાગીય અધિકારી જે.આર બુચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

રજામાં પર્યટકોની સંખ્યા વધી જાય છે
નમક સ્મારકની વધારે પ્રવાસીઓ મુલાકાત માટે જાય તે માટે દાંડીની ટ્રિપોને લંબાવવામાં આવી છે. રજાના દિવસોમાં 20 થી 25 હાજર પ્રવાસીઓ આવતા હોય છે. જેને વધારાની સુવિધા આપવામાં આવશે. જરૂર જણાય તો સ્મારક સુધી જતી બસોની સંખ્યમાં વધારો કરવામાં આવશે.જે.આર.બુચ,વિભાગીય નિયામક વલસાડ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો