તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનવાડાના તળાવમાંથી માટી ચોરવાના મુદ્દે TDOની નોટિસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ તાલુકાના સોનવાડામાં ભૂમાફિયાઓ તળાવમાંથી માટી ખનન કરીને માટી ચોરીનું કૌભાંડ ચલાવતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.આ મુદ્દે ટીડીઓએ પંચાયતને શોકોઝ નોટિસ જારી કરી 7 દિવસમાં જવાબ માગ્યો છે.પંચાયતના ઠરાવ વિના માટી ખનન કરવામાં આવતા તાલુકા પંચાયતે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરી છે.

સોનવાડાના તળાવમાંથી માટી ખોદકામ માટે પંચાયત દ્વારા કોઇ ઠરાવ કર્યા વિના માટીખનન કરવાનો મામલો સામે આવતાં ભૂમાફિયામાં ફફટાડ ફેલાઇ ગયો હતો.હજારો ટન માટીનું તળાવમાંથી ખોદકામ કરવા માટે તંત્રની પરવાનગી લેવામાં આવી ન હોવાનું જણાયું હતું.સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડું કરવા માટે હજી સત્તાવાર કાર્યવારી હાથ ધરાવા પહેલા જ ભૂમાફિયાઓ તળાવની પીળી માટી સગેવગે કરવા મંડી પડ્યા હતા. વલસાડ તાલુકાના લીલાપોર,કેવાડા,પાલણ ગામના તળાવોમાં પાણી ભરેલું હોવા છતાં ભૂમાફિયા પાણી ભરેલા તળાવની પાળ તોડી નાંખી જેસીબી,હાઇવા ટ્રક વિગેરે વાહનો,સાધનો લાવી પીળી માટીનું ખોદકામ કરી હજારો મેટ્રિક ટન માટી ઉપાડી જતાં હોવાની ઘટના છાશવારે પ્રકાશમાં આવી હતી,તેમ હવે સોનવાડા ગામે પણ તળાવ ખોદીને ગેરકાયદે માટી ખનનના મુદ્દે ગ્રામજનોમાં પણ રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.આ મામલે તાલુકા પંચાયતના ટીડીઓ વિભૂતિબેન સેવકે પંચાયતને શોકોઝ નોટિસ જારી કરી 7 દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો