તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE હેઠળ ધો. 1 માં પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
RTE હેઠળ ધો. 1 માં પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણ પ્રાથમિક વિભાગે 5 એપ્રિલથી 15 એપ્રિલ સુધી અરજીઓ સ્વીકારવા માટે વલસાડ તાલુકામાં 3 હેલ્પ સેન્ટરો શરૂ કર્યા છે. પ્રવેશ અરજીઓ માટે વલસાડ શહેરમાં હાલર તળાવ પાણીની ટાંકી સામે આવેલી પ્રાથમિક શાળા, મુખ્ય કન્યા શાળા જીવીડી સ્કૂલની બાજુમાં અને વલસાડ તાલુકાના ડુંગરી પૂર્વ પ્રાથમિક શાળા ખાતે હેલ્પ લાઈન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ ત્રણેય હેલ્પ લાઈન સેન્ટરો ઉપર શુક્રવાર સુધીના 7 દિવસમાં 380 જેટલી અરજીઓ મેન્યુઅલી આવી છે. ગત વર્ષ 2018ની સ્થિતિ જોતા વલસાડ તાલુકામાં 20 દિવસના અંતે 712 જેટલી અરજીઓ શિક્ષણ વિભાગને મળી હતી. તે જોતા ચાલુ વર્ષે પ્રારંભના દિવસોમાંજ RTE એક્ટ હેઠળની પ્રવેશ અરજીઓમાં બમણો વધારો નોંધાયો છે. અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ વાલીઓની ભીડ જોવા મળી છે. પ્રવેશ અરજી નમાટેની છેલ્લી તારીખ 15 એપ્રિલ સુધી કેટલી અરજીઓ આવશે તે જોવું રહ્યું. આગામી 15 એપ્રિલ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. તમારી અરજી ઓનલાઇન પણ ભરી શકો છો www.rtegujarat.org અને http://rte.orpgujarat.com ઉપર પણ તમારી અરજી નોંધાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...