શિક્ષણનો યજ્ઞ : વલસાડમાં મુસ્લિમ સમાજનો બોર્ડ પરીક્ષા માટે સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે વલસાડ મુસ્લિમ સમાજના ઉપક્રમે તમામ સમાજના ધો.10 અને 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની પૂર્વ તૈયારી અર્થે વિષય નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો.જેમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને મુંઝવતા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓને સરળ માર્ગદર્શન અપાયું હતું.

વલસાડ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારી સમાજની પ્રગતિ માટે કાર્યશીલ મુસ્લિમ સમાજ સંસ્થા દ્વારા સર્વજાતિ વર્ગના બોર્ડના વિદ્યાર્થીઓ માટેના આ સેમિનારમાં સ્વાગત પ્રવચન અગ્રણી ઝાહિદ કુરેશીએ કર્યુ હતું.ત્યારબાદ શિક્ષણવિદ આરીફ ખાને સરળ ભાષામાં જણાવ્યું કે,ગણિત અને વિજ્ઞાન વિષયમાં ટૂંકા સમયમાં સચોટ મુદ્દાને ધ્યાને રાખી તૈયારી કરશો તો સફળતા મળશે.તેમણે કુર્આનેપાકની આયતના સંદર્ભ ટાંકી કહ્યું કે,સાચો મિત્ર એ હોય શકે કે જે તમને સારા કર્મનો હુકમ કરે અને દુર્ગુણોથી રોકે.કોમર્સ કોલેજના પ્રો.ચિરાગ રાણાએ કોમર્સ ફેકલ્ટીનું મહત્વ સમજાવી સફળ કારકિર્દીની સમજ આપી હતી.કોન્વેન્ટના શિક્ષિકા જસ્મીન શેખે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની કેમેસ્ટ્રી વિષયની સરળ સમજ આપી પરીક્ષાનો ડર દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું.બગવાડા હાઇસ્કુલના પ્રિ.અલપાબેન નાયકે વાલીઓએ બાળકો સાથે કઇ રીતે સાથ આપવો તેની સચોટ સમજ આપી હતી.વાહિદ મેમણ,હનીફ મલેક,ઇકબાલ કુરેશી,આરિફ કુરેશીએ કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી.

મેડિકલ, ઇજનેરના વિદ્યાર્થીઓએ મનોબળ પુરૂં પાડ્યું

વલસાડ મુસ્લિમ સમાજના શૈક્ષણિક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના મેડિકલ અને એન્જિનીયરિંગ ક્ષેત્રમાં સ‌ફળ થયેલા તેજસ્વી તારલાંઓએ પણ બોર્ડના વિદ્યાર્થીઓને મનોબળ પૂરૂં પાડ્યું હતું તે બાબત પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.સાથે ધો.10 અને 12ના તેજસ્વી તારલાંનું સન્માન કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...