તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી કલબ ઓફ બલસાર અને દિવ્ય ભાસ્કર નોલેજ પાર્ટનરના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરી કલબ ઓફ બલસાર અને દિવ્ય ભાસ્કર નોલેજ પાર્ટનરના સહયોગથી વલસાડમાં 20 અને 21 એપ્રિલના રોજ નગરપાલિકાના મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં યોજાનાર યુથ કોન્કલેવમાં 12 મહાનુભાવો વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી મહત્તવનું માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં જૂદી જૂદી કોલેજનો વિદ્યાર્થીઓને આમંત્રણ અપાયું છે.જેમાં મેડિકલ, એન્જિનીયરિંગ, કોમર્સ, સાયન્સ, આર્ટસ, બીબીએ, બીસીએ, જેવી કોલેજોના નવસારીથી લઇ ભીલાડ સુધીની કોલેજોમાંથી વિદ્યાર્થીઓ વલસાડના વ્યવસાયિકો, બિઝનેસ મેન,નોકરિયાતો તથા 18 થી 40 વર્ષની વય ધરાવતા અને નવું શીખવાની ઇચ્છા ધરાવનારાઓને 20,21 એપ્રિલે મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં સવારે 9.30થી સાંજે 5 કલાક સુધી ઉપસ્થિત રહેવા રોટરી કલબ દ્વારા આમંત્રણ છે.કાર્યક્રમમાં 2 દિવસ દરેક વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા રોટરી કલબ ઓફ બલસાર દ્વારા કરાઇછે.વધુ માહિતી માટે કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન રો.દિપેશ શાહનો મોબાઇલ નં.9825572703 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...