તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોલાના નિવૃત્ત શિક્ષકે રાજ્યકક્ષાની દોડમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ નજીકના રોલા ગામના વતની અને ઓઝર-કચીગામ માધ્યમિક શાળાના નિવૃત્ત વિજ્ઞાન શિક્ષકે યુવાનોને શરમમાં નાંખી રાજ્યકક્ષાની દોડ સ્પર્ધામાં અવ્વલ રહી 3 ગોલ્ડમેડલ કબજે કર્યા છે. તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સિનિયર સિટીઝનલ એથ્લેટીક્સ રમત સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રોલાના વતની, માજી સરપંચ અને ઓઝર કચીગામની શાળાના નિવૃત વિજ્ઞાન શિક્ષક રમેશ પટેલે 400, 800 અને 1500 મિટર દોડમાં ભાગ લીધો હતો. આ ત્રણેય દોડમાં તેમણે સ્પર્ધકોને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નિવૃત્ત વયે 3 ગોલ્ડ મેડલ મેળવી યુવાનોને શરમમાં નાંખતા શિક્ષકની આ સિદ્ધિને લઈ રોલાગામ અને ઓઝર શાળા સહિત સમગ્ર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. રમેશ પટેલે અગાઉ જામનગર ખાતે યોજાયેલી માસ્ટર એથ્લેટિક્સમાં ભાગ લઈ 800, 1500 અને 5000 મિટર દોડમાં બીજોક્રમ મેળવી સિલ્વર મેડલ મેળવવા હકદાર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો