તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ જિલ્લા વાનપ્રસ્થ નાગરિક પરિસદના મૈત્રી વર્તુળ તરફથી રામનવમી અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લા વાનપ્રસ્થ નાગરિક પરિસદના મૈત્રી વર્તુળ તરફથી રામનવમી અને ડો. આંબેડકર જયંતીની સંયુક્ત ઉજવણી ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રાખવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ પુષ્પાબેન દેસાઈએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પઅંજલિ આપી હતી. આંબેટકર હોલ ખાતે જેપી શ્રોફ આર્ટ્સ કોલેજના પ્રો.ડો.સોનલબેન સરોલીયાએ રામનવમી નિમિત્તે ભગવાન રામચંદ્રજી વિષે વિસ્તૃત માહિતી માહિતી આપી હતી. અને ડો. કીર્તિ ભાડૂંતીયાએ ડો. આંબેડકર વિષે વિસ્તૃત અને રસપ્રદ માહિતીઓ આપો હતી. મોટી સંખ્યામાં મૈત્રી વર્તુળના સભ્યોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...