તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના રેલવે કારકુન નોકરીથી ઘરે આવી જોતા પત્નીની પંખાથી ફાંસો ખાધેલી જોવા મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડના રેલવે કંટ્રોલ ઓફિસમાં કારકુનની 36 વર્ષીય પત્ની અને BAPS ઈંગ્લીશ મીડિયમ ની પ્રાથમિક શાળામાં હિન્દી વિષય ભણાવતી શિક્ષિકાએ ગુરૂવારે સાંજે રેલવે ક્વાર્ટરમાં સાડીનો છેડો પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા રેલવે કર્મચારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કારકુનની નોકરી કરી ઘરે પરત આવતા પતિએ ઘરનો દરવાજો ખોલતા દરવાજો બંધ હતો. રેલવે પોલીસને જાણ કરતા દરવાજો ખોલી ચેક કરતા તેમની પત્ની ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસને આત્મહત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી

વલસાડના વેસ્ટ રેલવે યાર્ડની કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને રેલવે કંટ્રોલ ઓફિસમાં કારકુન તરીકે ફરજ બજાવતા લક્ષ્મીકાંત વર્માની પત્ની પ્રિયા વર્મા, ઉ.વ.36, જે BAPS ઈંગ્લીશ મીડિયમના પ્રાથમિક વિભાગમાં ધો.1થી 6માં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. જેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. શિક્ષિકા નિત્ય ક્રમ મુજબ ગુરૂવારે સવારે શાળાએ ગઈ હતી. સાંજે 5 વાગે તેનો પુત્ર નજીકમાં ટ્યુશને ગયો હતો. જયારે પતિ પણ કંટ્રોલ ઓફિસમાં નોકરી ઉપર હતા. પતિ સાંજે તેમની ફરજ પુરી કરી ઘરે આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો. કંઈક અજુક્તું જણાતા પતિ લક્ષ્મીકાંતે તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. દરમિયાન રેલવે પોલીસે લક્ષ્મીકાંત વર્માના ઘરે પહોચી ઘરના બંધ દરવાજાને ઘક્કો મારી ખોલ્યો હતો. ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા હોલમાં પ્રિયા વર્માની આત્મહત્યા કરેલી હાલતમાં પંખા સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. રેલવે પોલીસે તાત્કાલિક લાશને નીચે ઉતારી આગળની તપાસ હાથ ધરી છે. મરનાર પ્રિયા વર્મા ઘરમાં એકલી હતી, છોકરો ટ્યુશનમાં ગયો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપી હતી.

આપઘાત પાછળનું કારણ અકબંધ

આપઘાત કરનાર શિક્ષિકા વલસાડ BAPSના ઈંગ્લીશ મીડિયમના પ્રાથમિક વિભાગમાં ધો.1થી 6ના વિદ્યાર્થીઓને પ્રિયા વર્મા હિન્દી વિષય ભણાવતી હતી. તેણીએ ક્યા કારણથી આપઘાત કર્યો તે જાણી શકાયું નથી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો