તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોબીતળાવમાં પોલીસે રેડ પાડતા 616 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોબીતળાવમાં પોલીસે રેડ પાડતા 616 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. ધોબીતળાવમાં વર્ષોથી ગાંજો વિપુલ પ્રમાણમાં વેચાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે SOGની ટીમે રેડ કરી ગાંજાનો વેપાર કરતી મહિલાને ઝડપી પાડી હતી.

ધોબીતળાવમાં વિપુલ પ્રમાણમાં ગાંજાનું વેચાણ થઇ રહ્યું હોવાની SOG ને મળેલી બાતમીના આધારે શુક્રવારે સવારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન SOG ની ટીમને વનિતા ઉર્ફે નાસીમા લાસર ઉફે બાબુ ઘડીયારી ઉર્ફે ટેટીયારના ઘરે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઘરમાંથી 616 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વનિતાના ઘરમાં ચેક કરતા રોકડા 33 હજાર મળી આવ્યા હતા. કુલ 39,160નો મુદ્દામાલ કબ્જે કરી પીએસઆઇ એસ જે બારીયા સીટી પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ નાર્કોટિક એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ સીટી પોલીસને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...