તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ જિલ્લામાં 9 કરોડના વિકાસીય કામોને આયોજન મંડળે બહાલી આપી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.9 કરોડના સુવિધાના કામોને બહાલી આપી દેવામાં આવી છે. સોમવારે કલેકટર કચેરીમાં આયોજન મંડળની બેઠકમાં વલસાડ, ધરમપુર, પારડી, વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકામાં રસ્તા, નાળા, ગટર, પાણીના કુલ 514 કામને મંજૂરીની મ્હોર મારવામાં આવી છે.

વલસાડના પ્રભારી મંત્રી અને આરોગ્ય, શિક્ષણ, પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી કિશોર કાનાણીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીમાં આયોજન મંડળની બેઠકમાં સાંસદ ડો.કે.સી.પટેલ, જિ.પં.પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યો ભરતભાઇ પટેલ, અરવિંદ પટેલ, જીતુ ચૌધરી, તા.પં.ના પ્રમુખો, સમિતિઓના અધ્યક્ષો, પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ 6 તાલુકામાં 2019-20ના વર્ષમાં 15 ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ 514 કામો મંજૂર કરાયા હતા. કિશોર કાનાણીએ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી છે. 5 ટકા પ્રોત્સાહક જોગવાઇ હેઠળ વલસાડ રૂ.7.50 લાખ,પારડી રૂ.7.50 લાખ, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકા દીઠ દરેક તાલુકાને રૂ.2.50 લાખ ફાળ‌વાયા છે.

5 પાલિકાને પણ રૂ.25-25 લાખની રકમ
આયોજન મંડળની બેઠકમાં તાલુકાઓ સાથે વલસાડ,પારડી,વાપી, ધરમપુર અને ઉમરગામ મળી જિલ્લાની 5 નગરપાલિકાઓને પણ 15 ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ રૂ.25-25 લાખ પાલિકા દીઠ ફાળવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો