તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના હિંગરાજમાં ડુક્કરનો ત્રાસ, એક મહિલાને બચકુ ભર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના હિંગરાજ ગામના ખુતારમોરા ફળિયામાં રહેતી ગુણવંતીબેન ભગવાનભાઇ ટંડેલ ઉ.વ.42, શુક્રવારે સવારે ઘરની બહાર કામ કરી રહ્યા હતા. અચાનક એક ડુક્કર તેમને આવીને કરડી ગયું હતું. ગુણવંતીબેને બુમાબુમ કરતા આજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ડુક્કરને પથ્થર મારી ભગાવી ગુણવંતીબેનનો જીવ બચાવ્યો હતો. ગુણવંતીબેન ડુક્કરે કરડી લેતા તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ગામમાં વધતા ડુક્કરના ત્રાસને લઈને વારંવાર સંબંધિત વિભાગોમાં રજુઆત કરવામાં આવી હોવા છત્તા કોઈ પગલાં ભરાતા નથી તેવો ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો