વલસાડના સફાઇ કર્મીઓને કાયમી કરવાથી પાલિકાને બોજો નહીં પડે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના હંગામી કર્મચારીઓને કાયમી કરી મિનિમમ સ્કેલ ચૂકવવાના મુદ્દે પાલિકા સીઓએ રજૂ કરેલી ગુજરાત પાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ કરેલી વાંધા અરજી રિવ્યૂમાં નહિ લેવા 4 સભ્યએ દાદ માગી છે.આ કેસમાં પ્રાદેશિક કમિશ્નરે જવાબ માટે પાઠવાયેલી નોટિસનો જવાબ સભ્યોએ રજૂ કર્યો છે.

રોજમદારોને હાઇકોર્ટના હુકમ મુજબ વેતન ચૂકવવા પાલિકા અને કામદારો વચ્ચે મળલી બેઠક બાદ પાલિકાની સભામાં સરકારની મંજૂરી લઇને વિવાદ ઉકેલવા સર્વાનુમતે થયેલા ઠરાવ બાદ સીઓએ પ્રાદેશિક કમિશ્નર સમક્ષ પાલિકાની નાણાંકિય પરિસ્થિતિને ધ્યાને લઇ અસમર્થતા દર્શાવી ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ દરખાસ્ત દાખલ કરી ઠરાવને રિવ્યૂમાં લેવા દાદ માગી હતી.

આ કેસમાં પ્રાદેશિક કમિશ્નરે પાલિકાના સભ્યોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.જેમાં વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ સહિત 4 સભ્યએ પ્રાદેશિક કમિશ્નરને જવાબ રજૂ કર્યો છે.જેમાં પાલિકાને કોઇ નાણાંકીય બોજ પડતો નથી અને રજૂ કરેલા પ્રાવધાન કોઇ મુદ્દાને પરિપૂર્ણ કરતા નથી કલમ-258ની અપીલ ચાલવા જોગ નથી તેવું જણાવી સીઓની દરખાસ્ત રિવ્યૂમાં નહિ લેવા જણાવ્યું છે.

COની રિવ્યૂ અપીલ સામે આ મુદ્દા ઉઠાવ્યા
રોજમદારોનો માસિક પગાર રૂ.29 લાખ થાય છે

મિનિમમ સ્કેલ પે અપાય તો માસિક રૂ.44 લાખનું વેતન થાય

હુકમ મુજબ અમલ કરાય તો રૂ.15 લાખ વધુ ચૂકવવાના થાય

ખાનગી કામદારોને રૂ.36 લાખ તથા વધારાનો ખર્ચ ચૂકવાય છે

સારી આવક મળે છે,માથાદીઠ મળવાપાત્ર ગ્રાન્ટની દરખાસ્ત કરાઇ છે

ભરતી માટેનો 2018નો નિયામકનો ઠરાવ હાઇકોર્ટે સ્થગિત કર્યો છે

પગાર પંચનો લાભ આપવા નાણાં પંચને દરખાસ્ત કરાઇ છે

અન્ય સમાચારો પણ છે...