તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગોદડુંગરીના મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડના કાંઠાના ગામ મગોદડુંગરીના મહિલા સરપંચના મનસ્વી કારભારના આક્ષેપ વચ્ચે સભ્યોમાં ઉઠેલો રોષ અવિશ્વાસની દરખાસ્તમાં પરિવર્તીત થયો હતો.ગુરૂવારે પંચાયતની સભામાં અવિશ્વાસની દરખાસ્તનું કામ લેવામાં આવ્યું હતું.જેમાં 9 વિરૂધ્ધ 7થી સરપંચ સામેની અવિશ્વવાસની દરખાસ્ત મંજૂર થઇ ગઇ હતી.

વલસાડ તાલુકાના મગોદડુંગરી ગ્રામપંચાયતના મહિલા સરપંચ વૈશાલીબેન કિશોરભાઇ હળપતિ વિરૂધ્ધ સભ્યોમાં નારાજગી વ્યાપી રહી હતી.સરપંચ મનસ્વી વહીવટ કરતા હોવાનો આક્ષેપ સભ્યો કરી રહ્યા હતા.ઉપરાંત ગામમાં વિકાસના કામોમાં પણ સહકાર નહિ આપતા હોવાની ફરિયાદ સભ્યોમાં ઉઠી હતી.સરપંચની કાર્યપધ્ધતિ સામે ઉઠેલા રોષના પગલે સભ્યોએ સરપંચ સામે 15 દિવસ પહેલા ટીડીઓ સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત મોકલી હતી.જે માટે ટીડીઓએ આ મામલે સભામાં નિર્ણય લેવા જણાવ્યું હતું.ગુરૂવારે ડે.સરપંચ વિજયરાજ એન્જિનીયરની અધ્યક્ષતામાં સભા મળી હતી. પંચાયતના કુલ 9 સભ્યો અને સરપંચ હાજર રહ્યા હતા.જેમાં એજન્ડા પર અ‌‌‌વિશ્વાસની દરખાસ્તનું કામ લેવાતાં 7 સભ્યોએ સરપંચ વિરૂધ્ધ મતદાન કરતાં 9 વિરૂધ્ધ 7થી દરખાસ્ત મંજૂર થઇ ગઇ હતી.તલાટી મેઘાબેન દેસાઇ તથા તા.પં.ના અધિકારીઓ પણ સભામાં હાજર રહ્યા હતા.અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થવાનો ઠરાવ ટીડીઓને રવાના કરી દેવાયો હતો.હવે હાલના સંજોગોમાં ઇન્ચાર્જ સરપંચ તરીકે ડે.સરપંચ વિજયરાજ એન્જિનીયરને સુપરત કરાશે તેવું જાણવા મળ્યું છે.

મનસ્વી કારભાર મુદ્દે 9 વિરૂધ્ધ 7 થી દરખાસ્ત મંજૂર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો