તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીની C.N.પરમાર કોલેજ ફી વધારે લેતાં આવેદન પત્ર પાઠવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીની સી એન પરમાર બીએડ કોલેજમાં ચાલુ વર્ષે ફી વધારાના નામે તેમજ કોલેજ અને યુનિવર્સીટીની કોર્ટની સમસ્યાના નામે કોલેજ દ્વારા ગેરકેયદેસર રીતે વિદ્યાર્થીઓ પાસે વધારે ફી વસુલી રહી છે જેના વિરોધમાં વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા આચાર્યને ગુરૂવારે એક આવેદન પત્ર પાઠવી ફી વધારાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પારડીની સી એન પરમાર બીએડ કોલેજ ખાતે ચાલુ વર્ષે નક્કી કરેલી ફી કરતા વધારે ફી વસુલતા હોવા બાબતે એબીવીપી દ્વારા આવેદન રૂપે આચાર્યને ફરિયાદ કરવામાં આવી છે. આવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કોલેજમાં થયેલો ફી નો વધારો નિયમ વિરૂદ્ધ છે. જેને તાત્કાલિક રદ્દ કરવા, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફી ની રસીદમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફી વધારાના નામે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જેવા 6 જેટલા પ્રશ્નો સાથે એબીવીપીના હેદ્દેદારો અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને આવેદન પત્ર પાઠવ્યું છે. અને કોલેજ દ્વારા ફી વધારાના મુદ્દે યોગ્ય નિર્ણય ટૂંક સમયમાં ન આવશે તો એબીવીપી દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...