તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.3થી 8ના વિદ્યાર્થીને કસોટી નોટબુક ઘરે પહોંચાડવા આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના પગલાંરૂપ રાજયની શાળાઓમાં 16 થી 29 માર્ચ 2020 સુધી બંધ કરી શિક્ષણ કાર્ય પણ બંધ રખાયું છે.આ ગાળા દરમિયાન વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી.આ સંજોગોમાં ધો.3 થી 8ના તમામ વિદ્યાર્થીઓ ઘરે રહીને પણ આગામી વાર્ષિક પરીક્ષા માટે પુરતું પુનરાવર્તન કાર્ય તથા લેખન મહાવરો કરી શકે તે માટે તેઓને પેટ બુકલેટ એટલે કે એકમ કસોટી નોટબુક જે તે વર્ગશિક્ષકે 18 માર્ચે વિદ્યાર્થીઓને ઘરે જઇને આપવાની રહેશે તેવું પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જારી કરતા સૂચના આપી છે.કોઇપણ વિદ્યાર્થીને શાળામાં બોલાવવાના રહેશે નહિ તેમ જ વર્ગ શિક્ષકે દ્વિતિય સત્રની તમામ વિષયની પેટ બુકલેટ વિદ્યાર્થીઓને તેની અલગ નોટબુકમા દરરોજની એક પેટ લખવા સૂચના આપવા તાકીદ કરાઇ છે.

વર્ગ શિક્ષકે ઘરે જઇને સમજ આપવા સૂચના

જે વિદ્યાર્થીએ અંતે પુન:કસોટી લખેલી હોય તેવા વિદ્યાર્થીઓને પન:કસોટી પણ લખાવવાની રહેશે અને જે તે વખતે એકમ કસોટીની ચકાસણી દરમિયાન જે વિદ્યાર્થીઓના ઉત્તર સદંતર ખોટા હોય તેવા ઉત્તરોને ફરીથી લખાવવાના રહેશે નહિ તેવી સૂચના પણ પરિપત્ર દ્વારા અપાઇ છે.એકમ કસોટી બુકલેટ પૂન: લખાવવાના તમામ હેતુ સિધ્ધ થાય તે માટે વર્ગ શિક્ષકે વિદ્યાર્થીના ઘરે જઇ સાચા ઉત્તર લખવા માટે સમજ આપવાની રહેશે તેવો આદેશ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...