તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના દરિયામાં કેમિકલયુક્ત પાણીની લાઇન નાંખવા સામે વિરોધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાના ઉદ્યોગોના કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમન્ટ પ્લાન્ટોનું પાણી દરિયામાં 12 નોટિકલ માઇલ સુધી પાઇપલાઇન નાંખી ઠાલવવા રૂ.5500 કરોડની સરકારની યોજના સામે જિલ્લાના માછીમાર મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે.સીઇટીપીમાં જો શુદ્ધિકરણ કરીને જ પાણી છોડવાનો હોય તો પાઇપલાઇન નાંખવાની શું જરૂર છે તેવો સવાલ માછીમાર આગેવાનોએ કલેકટર સમક્ષ ઉઠાવ્યો છે.મચ્છીથી ઊભરાતા દૂરના દરિયામાં જો આ પાણી છોડાશે તો માછીમારોને ભારે નુકસાન થશે તેવી ભીતિ દર્શાવાઇ છે.

પશ્ચિમ ભારત માછી સમાજના નેજાં હેઠળ માછીમાર આગેવાનોએ કલેકટર સીઆર ખરસાણ સમક્ષ આ મુદ્દે દાદ માગતા એવું જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વલસાડ સહિત ગુજરાતના દરિયામાં રૂ.5500 કરોડના ખર્ચે રૂ.15 નોટિકલ માઇલ સુધી પાઇપલાઇન નાંખવાની યોજનાની મુખ્યમંત્રીએ વાપીમાં તાજેતરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી.આ યોજના માછીમારોનું નિકંદન કાઢી નાંખશે તેવું તેમણે જણાવ્યું છે.મહાસંઘના પ્રમુખ ચંપકલાલ ટંડેલ,જીએસ ઠાકોર ટંડેલ,ઠાકોરભાઇ પટેલે સેક્રેટરી ગીરીશ ટંડેલ (કોસંબા)જિ.પં.ના માજી પ્રમુખ જિતેન્દ્ર ટંડેલ તથા સંઘના સભ્યોએ કલેકટર ખરસાણને એવું કહ્યું કે,જો સીઈટીપીમાં શુધ્ધિકરણ કરાયેલું જ પાણી હોય તો તેના નિકાલ માટે પાઇપલાઇન નાંખવાની શું જરૂર છે,પરંતું કેમિકલયુક્ત પાણી છીછરા દરિયામાં છોડાશે તો મચ્છીઓનું નિકંદન નિકળી જશે જેનાથી જિલ્લાના કાંઠા વિસ્તારના 23 હજાર માછીમારોને ભારે નુકસાન થશે.

આ તો વલસાડની વાત થઇ જોકે વાપીમાં તો આધુનિક સીઇટીપી પ્લાન્ટ હોવા છતા પણ વાપીના ઉદ્યોગોનું ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલું પાણી પાઇપ લાઇન મારફત દમણના દરિયામાં છોડવા સામે છેલ્લા કેટલાક વર્ષોથી દમણની જનતા અને સ્થાનિક પ્રશાસન વિરોધ કરી રહ્યું છે જેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી.

દમણ, દીવ, મહારાષ્ટ્રમાં પર્શીયન પધ્ધતીથી થતા ફિશિંગથી ગુજરાતને નુકસાન થઇ રહ્યું છે
પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘે કલેકટર સમક્ષ એવો પણ મુદ્દો ઉઠાવ્યો છે કે,સંઘપ્રદેશ,દમણ દીવ તથા મહારાષ્ટ્રના કેટલાક લોકો સમુદ્રમાં બોટ સાથે ઘેરાવ કરીને પર્શીયન પધ્ધતિની મોંઘીદાટ નેટ દ્વારા દ્વારા ગુજરાતના દરિયામાં મચ્છીમારી કરતાં વલસાડ જિલ્લાના નાના માછીમારોને વ્યાપક નુકસાન છે.પ્રશાસક અને ગુજરાત મહારાષ્ટ્રના કલેકટરને પણ રજૂઆત કરાઇ છે.

ભાસ્કર ન્યૂઝ|વલસાડ

જિલ્લાના ઉદ્યોગોના કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમન્ટ પ્લાન્ટોનું પાણી દરિયામાં 12 નોટિકલ માઇલ સુધી પાઇપલાઇન નાંખી ઠાલવવા રૂ.5500 કરોડની સરકારની યોજના સામે જિલ્લાના માછીમાર મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે.સીઇટીપીમાં જો શુદ્ધિકરણ કરીને જ પાણી છોડવાનો હોય તો પાઇપલાઇન નાંખવાની શું જરૂર છે તેવો સવાલ માછીમાર આગેવાનોએ કલેકટર સમક્ષ ઉઠાવ્યો છે.મચ્છીથી ઊભરાતા દૂરના દરિયામાં જો આ પાણી છોડાશે તો માછીમારોને ભારે નુકસાન થશે તેવી ભીતિ દર્શાવાઇ છે.

પશ્ચિમ ભારત માછી સમાજના નેજાં હેઠળ માછીમાર આગેવાનોએ કલેકટર સીઆર ખરસાણ સમક્ષ આ મુદ્દે દાદ માગતા એવું જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વલસાડ સહિત ગુજરાતના દરિયામાં રૂ.5500 કરોડના ખર્ચે રૂ.15 નોટિકલ માઇલ સુધી પાઇપલાઇન નાંખવાની યોજનાની મુખ્યમંત્રીએ વાપીમાં તાજેતરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી.આ યોજના માછીમારોનું નિકંદન કાઢી નાંખશે તેવું તેમણે જણાવ્યું છે.મહાસંઘના પ્રમુખ ચંપકલાલ ટંડેલ,જીએસ ઠાકોર ટંડેલ,ઠાકોરભાઇ પટેલે સેક્રેટરી ગીરીશ ટંડેલ (કોસંબા)જિ.પં.ના માજી પ્રમુખ જિતેન્દ્ર ટંડેલ તથા સંઘના સભ્યોએ કલેકટર ખરસાણને એવું કહ્યું કે,જો સીઈટીપીમાં શુધ્ધિકરણ કરાયેલું જ પાણી હોય તો તેના નિકાલ માટે પાઇપલાઇન નાંખવાની શું જરૂર છે,પરંતું કેમિકલયુક્ત પાણી છીછરા દરિયામાં છોડાશે તો મચ્છીઓનું નિકંદન નિકળી જશે જેનાથી જિલ્લાના કાંઠા વિસ્તારના 23 હજાર માછીમારોને ભારે નુકસાન થશે.

આ તો વલસાડની વાત થઇ જોકે વાપીમાં તો આધુનિક સીઇટીપી પ્લાન્ટ હોવા છતા પણ વાપીના ઉદ્યોગોનું ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલું પાણી પાઇપ લાઇન મારફત દમણના દરિયામાં છોડવા સામે છેલ્લા કેટલાક વર્ષોથી દમણની જનતા અને સ્થાનિક પ્રશાસન વિરોધ કરી રહ્યું છે જેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી.

પ્રદૂષિત પાણીથી માછલીઓ મરશે
કેમિકલયુકત પ્રદૂષિત પાણીને દરિયામાં ઠાલવાથી માછલીઓ મરણ પામે છે અને દરિયા કિનારે મૃત હાલતમાં તણાઇ આવે છે.આવા પાણીના કારણે કેન્સરની બિમારી ઝડપથી પ્રસરી જાય છે જે ચિંતાનો વિષય છે.દૂર્ગંધવાળા વાતાવરણનો પણ સામનો કરવો પડે છે. ચંપકલાલ ટંડેલ,પ્રમુખ,પશ્ચિમભારત માછી સમાજ મહાસંઘ

આધુનીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાવી શકાય
માછીમાર લોકો ઔદ્યોગિકરણનો વિરોધ કરતા નથી,પરંતું પ્રદૂષિત પાણીને સીધું દરિયામાં ઠાલવી માછલીનું નિકંદન કરવાથી માછીમારોની આજીવીકા છીનવાઇ જશે.તેના કરતા કોઇ બીજો વિકલ્પ થકી માછીમારોને બચાવી શકાય તેવી આધૂનિક ટેક્નોલોજીથી સજ્જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવાની યોજના લાવવામાં આવે તેવી લોકલાગણી છે.શુધ્ધિકરણ કરાયેલું પાણી દરિયામાં છોડાશે તે કેવી રીતે જાણી શકાય. જિતેન્દ્ર ટંડેલ,જિ.પં.માજી પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો