તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ પાલિકાના STP- ગાર્બેજ પ્લાન્ટનો 3 ગામમાં વિરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ શહેરમાંથી રોજબરોજ નિકળતાં કચરાં માટે સૂચિત નવા પ્રોસેસિંગ પ્લાન્ટ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સરકાર દ્વારા ભાગડાવડામાં જમીન ફાળવવાની હિલચાલ સામે તિથલ,કોસંબા અને ભાગડાવડાના ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.ગ્રામજનો ભાગડાવડામાં શહેરના કચરા માટે ડમ્પિંગ સાઇટ ઉભી કરી રહી છે તેવી ભીતિ છે.પાલિકાએ ભવિષ્યને ધ્યાનમાં રાખી પ્રોસેસિંગ પ્લાન્ટ અને એસટીપી પ્લાન્ટ માટે વલસાડ શહેરને લાગૂ ભાગડાવડા હદમાં ખાંજણની પડતર જમીનમાંથી 5 એકર જમીન ફાળવવા પાલિકાએ સરકાર સમક્ષ માગણી કરી છે.બીજી તરફ ગ્રામજનોએ ભાગડાવડામાં બેઠક કરી ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવાનો નિર્ણય કરતાં વિવાદ સર્જાયો છે.

વલસાડ શહેરમાંથી પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવા માટે ગોઠવેલા નેટવર્ક હેઠળ દૈનિક 35 થી 40 મેટ્રિક ટન કચરો હાલમાં શહેર નજીકના પારડીસાંઢપોરની ડમ્પિંગ સાઇટ પર નાંખવામાં આવે
...અનુસંધાન પાના નં.3

પાલિકા શું કહે છે

પાલિકા કહે છે અહિ ડમ્પિંગ સાઇટ નહિ પણ પ્રોસેસિંગ પ્લાન્ટ આવશે

{ ભવિષ્યને ધ્યાને રાખી સૂચિત એસટીપી પ્લાન્ટ,કમ્પોઝ્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે 5 એકર ખાંજણની પડતર જમીન ફાળવવાની દરખાસ્ત છે { અહિં કચરાનો ઢગલો કરવાનો નથી કે ડમ્પિંગ સાઇટ માટે નથી { કચરાનું પ્રોસેસિંગ કરી કમ્પોઝ્ડ ખાતરનું ઉત્પાદન અને પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ કરાશે { હાલે ડમ્પિંગ સાઇટ પારડીસાંઢપોરમાં છે ત્યાં પણ પ્રોસેસિંગ પ્લાન્ટ નંખાશે { ડમ્પિંગ સાઇટ નથી જથી ગંદકીનો પ્રશ્ન નહિ રહે { કચરાના નિકાલ માટે સુપ્રિમ કોર્ટ,હાઇકોર્ટ,નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઇડલાઇન મુજબ જાહેર હિતમાં નિર્ણય { કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેની સરકારની ગાઇડલાઇનના આધારે સમગ્ર પ્રોસેસ કરાઇ રહી છે.

ગ્રામજનો શું કહે છે

ડમ્પિંગ સાઇટ ઉભી કરવા સામે ગ્રામજનો આ મુદ્દા ઉઠાવ્યા

{ સૂચિત પ્લાન્ટથી કોસંબા,તિથલ અને ભાગડાવડા ગામની વસતી 600 મીટરના અંતરે છે. { તિથલ બીચ જેવું સુંદર પર્યટન સ્થળ છે જ્યાં હજારો સહેલાણીઓ આવે છે { 600 મીટરના અંતરે કોસંબામાં સ્વામીનારાયણ મંદિર સંકુલ આવેલું છે ત્યાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. { નજીકના અંતરે કોલેજ કેમ્પસ આવેલું છે. { દરિયાઇ દક્ષિણ પશ્ચિમના પવનો ઉત્તર પૂર્વ દિશાએ ફૂંકાતા વલસાડ શહેરમાં પણ દૂર્ગંધ ફેલાશેની આશંકા { નજીકની વાંકીનદીને લાગૂ જમીન હોવાથી ઘનકચરો નદી વાટે દરિયામાં વહી જવાની ભીતિ { કચરાની રજકણો વલસાડ શહેરમાં પ્રસરવાની ભીતિ

પ્લાન્ટથી કચરા ને ગંદા પાણીનો નિકાલ થશે

સૂચિત એસટીપી પ્લાન્ટ, પારડીસાંઢપોરમાં પણ ડમ્પિંગ સાઇટ સ્થળેેે પ્રોસેસિંગ પ્લાન્ટ નંખાશે.જેથી દુર્ગંધ,ઢગલાની સમસ્યા દૂર થઇ જશે. હાલે આ ગામો પાસે ડ્રેનેજ પાણી અને કચરાના નિકાલની સુદઢ કોઇ વ્યવસ્થા નથી.ભવિષ્યમાં વધતી વસતીને લાભકારક બની રહે તે મુજબ સમગ્ર આયોજન થઇ રહ્યું છે.આ વિસ્તારના ગામોમાં ડ્રેનેજ અને કચરાના બેઝિક નિકાલ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ થશે.જેનાથી લોકોને ફાયદો થશે. > જે.યુ.વસાવા,સીઓ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો