તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં BAPSના હરિભક્તો માટે ઓનલાઇન સત્સંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ સહિત ભારતભરમાં કોરોના વાયરસના ફેલાયેલા ભય વચ્ચે બાપ્સ (બીએપીએસ) સ્વામિનારાયણ સંસ્થાના જિલ્લાના તમામ મંદિરોમાં સત્સંગ સભાઓના બદલે હજારો હરિભક્તોને ઓનલાઇન વેબસાઇટ અને એપ્સ દ્વારા સત્સંગ કાર્યક્રમમાં ભાગ લેવાનું આયોજન કરવા ગાઇડ લાઇન જારી કરાઇ છે.કાર્યક્રમો તથા ઉત્સવો પર બીજો આદેશ ન થાય ત્યાં સુધી રોક લગાવી દેવામાં આવી છે.બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોરોના વાયરસ સામે લેવાય રહેલા આગોતરા પગલાંના ભાગ રૂપ સંસ્થાએ નિર્ણય લીધો છે.

કોરોના વાયરસના સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પ્રકોપને લક્ષ્યમાં લઇને ભારતની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જારી કરાયેલી સૂચનાઓના આધારે વલસાડ તિથલ બાપ્સ સ્વામિનારાયણ મંદિરને પણ સંસ્થાનો પત્ર પાઠવી જરૂરી પગલાં ભરવા જણાવાયું છે.જેમાં હવે પછી જણાવવામાં ન આવે ત્યાં સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તમામ શિખરબંધ મંદિરો,હરિમંદિરો,બાળ,કિશોર,યુવા,મહિલા સંયુક્ત વગેરે સહિત તમામ સત્સંગ કેન્દ્રોમાં યોજાતા રવિ સત્સંગ સભા,અઠવાડિક સત્સંગ સભા કે રોજિંદી સભાના કાર્યક્રમો, જાહેર કાર્યક્રમો,તમામ ઉત્સવો,પૂનમ કે એકાદશીના કાર્યક્રમો,મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવો,પાટોત્સવો વગેરે મોકૂફ કરી દેવામાં આવ્યા છે.તેના બદલે ઓનલાઇન કે પ્રસારણ માધ્યમો દ્વારા ઘર બેઠાં સૌને સત્સંગનો લાભ મળે તેવું આયોજન કરાશે.ટૂંક સમયમાં તેની જાહેરાત કરાશે તેવું જણાવી અઠવાડિ સત્સંગ સભાની આજ્ઞા ઘર બેઠા પાળવી તેમ સૂચિત કરાયા છે.મંદિરોની મૂર્તિઓના દર્શન અને નિત્ય સત્સંગનો લાભ બીએપીએસ સંસ્થાની વેબસાઇટ તથા એપ દ્વારા લઇ શકાશે.હરિભક્તોએ મંદિરોની સામૂહિક કે વ્યક્તિગત દર્શનયાત્રાઓ હવે પછીથી જણાવવામાં ન આવે ત્યાં સુધી નહિ યોજવા સૂચના અપાઇ છે.મંદિરોમાં દર્શન માટે આવતા ભક્તો વધુ સંખ્યામાં એકત્ર ન થાય તે માટે સાવધાની વર્તવાનો પણ આદેશ કરાયો છે.કોરોનાનો ડર કે ભય રાખ્યા વિનાદરેકને સ્વાસ્થ્યની સંભાળ રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.આ અંગે વલસાડ તિથલ સ્વામીનારાયણ મંદિર સંસ્થા દ્વારા ગાઇડ લાઇન જારી કરાઇ છે.

વલસાડ જિલ્લામાં ખાસ કરીને કાંઠા વિસ્તારમાં બોચાસણવાસી અક્ષર પૂરસોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં માનતા ભક્તોની સંખ્યા લાખોમાં છે જેઓને હવે ઓનલાઇન ઘર બેઠા સત્સંગનો લાભ મળશે.

સંસ્થાના સદગુરૂ સંતોના વિચરણ મોકૂફ

બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભક્તો માટે આપેલી ગાઇડ લાઇનમાં જણાવ્યા મુજબ પ.પૂ.મહંત સ્વામી અને પૂ.સદગુરૂ સંતોના વિચરણ દરમિયાન તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો,સભાઓ,ઉત્સવોમાં મોટી સંખ્યામાં ઉમટતા ભક્તોને ધ્યાને રાખી સ્વાસ્થ્યની જાહેર સુરક્ષાને લક્ષ્યમાં લઇ પ.પૂ.મહંત સ્વામી અને પૂ.સદગુરૂ સંતો એકજ સ્થાનમાં રહેશે.તેમના સાંનિધ્યમાં યોજાતા તમામ કાર્યક્રમો,વિચરણ કે મૂલાકાતો નવી સૂચના ન આવે ત્યાં સુધી મોકૂફ કરી દેવાયા છે.
અન્ય સમાચારો પણ છે...