એક તરફ શહેરમાં પાણીનો 75 ટકા કાપ ચાલી રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક તરફ શહેરમાં પાણીનો 75 ટકા કાપ ચાલી રહ્યો છે અને પાણીની તીવ્ર તંગીનો શહેરીજનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરની જૂની થઇ ગયેલી પાણીની પાઇપ લાઇનમાં લિકેજની સમસ્યા ઉભી થઇ છે.વોટર વર્કસના ડેમમાં નહેર વિભાગ દ્વારા અપાયેલું પાણી શહેરમાં વિતરણની કામગીરી વચ્ચે છેલ્લા 12 દિવસથી હાઇવે કાઠિયાવાડી હોટલ પાસે માલવિયા તળાવ નજીકથી પસાર થતી પાઇપલાઇનમાં લિકેજ સર્જાતા પાણીનો વ્યય થઇ રહ્યો છે.ધીમી ધારે પાણીનો પ્રવાહ ઝાડીઝાંખરામાંથી થઇને તળાવમાં ઠલવાઇ રહ્યો છે.12 દિવસથી પાણી તળાવમાં ઠલવાઇ રહ્યો છે.જેને લઇ તળાવ પાણીથી ભરાય રહ્યું છે,શહેરમાં પાણી પહોંચાડવા માટેની આ લાઇનમાંથી લિકેજના કારણે શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી તે સમસ્યાએ માઝા મૂકી છે.પાલિકાના વોટર વર્કસ વિભાગને હજી આ પાઇપલાઇનમાંથી હજારો લિટર પાણીનો વ્યય થઇ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...