તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જર્મની પ્રવાસ મુદ્દે વલસાડ પાલિકાના વિવાદી ઇજનેરને સીઓની નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકાના સિટી ઇજનેર હિતેશ પટેલ સીઓની પૂર્વ મંજૂરી કે એનઓસી મેળવ્યા વિના જર્મનીના પ્રવાસે ઉપડી જવાના પ્રકરણમાં સામાન્ય સભામાં હોબાળા બાદ સીઓએ નોટિસ જારી કરી છે.સિટી ઇજનેરને સીઓએ 3 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે.સીઓની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના ઇજનેરને અનુસાશન મુદ્દેની નોટિસ પાઠ‌વતા પાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ પેસી ગયો છે.

પાલિકાના સિટી ઇજનેર તરીકેની મુખ્ય જવાબદારી સંભા‌ળતા હિતેશ પટેલ વલસાડ રોટરી કલબના પ્રમુખ તરીકે કાર્યરત હોવાથી રોટરી દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા બે અઠવાડિયા પહેલા 8 દિવસ માટે ઉપડી ગયા હતા.પાલિકાના બજેટ માટે બોલાવાયેલી સામાન્ય સભા 7 જૂને યોજાઇ હતી તેમાં સિટી ઇજનેર ગેરહાજર રહેતાં વિપક્ષે તેમના વિરૂધ્ધ રજૂઆત કરી જવાબદાર એચઓડી બજેટની સભામાં કેમ હાજર નથી અને તેઓ જર્મની પ્રવાસે ગયા તેની એનઓસી લેવામાં આવી કે કેમ તેવા સ‌વાલો ઉભા કરતા સીઓને જવાબ આપવો ભારે પડી ગયો હતો.સભ્યોએ સીઓને પ્રશ્ન કરતા તમારી રજા કે એનઓસી લીધી કે નહિ તેના જવાબમાં સીએ જે.યુ.વસાવાએ વિદેશ જવા અંગે કોઇ લેખિત રજૂઆત ન હોવાનું જણાવતા કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી.

સીઓની નોટિસમાં આ મુદ્દે ગંભીર નોંધ
સીઓએ હિતેશ પટેલને નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે,1 જૂનના સર્કયુલરથી અને મૌખિક દરેક ખાતાના વડાઓને 7 જૂનની સભાની જાણ કરવા છતાં ગેરહાજર રહેવા માટે પૂર્વ મંજૂરી મેળ‌વી નથી.હાલમાં શહેરમાં પાણીની વિકટ સમસ્યાના કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે.ઉપરાંત સભામાં સભ્યોના ઉઠાવેલા મુદ્દાની તમારા ડિપાર્ટમેન્ટને લગતી માહિતી તમારી ગેરહાજરીના કારણે માહિતી પૂરી પાડી ન શકાતા વિવાદ ઉપસ્થિત થયો હતો.તમારી ફરજ પ્રત્યેની નિષ્કાળજી અને અનિયમિતતાના કારણે બિનજરૂરી વિવાદ થયા છે જે બિલકુલ ચલાવી લેવાય તેમ નથી.

સિટી ઇજનેરે આ રિપોર્ટ પણ કર્યા નથી
રસ્તા પરના ખાડાની મરામત થતી નથી,રસ્તા ચોમાસા પહેલા પૂર્ણ કરાયા નથી

ગેસ અને ટેલિફોન કંપનીના ખોદાણ માટે નિયમ મુજબ વસુલાત થતી નથી.દરવર્ષે વધારાની વસુલાતની કાર્યવાહી કરી નથી.

શોપિંગ મોલમાં બાકી રકમની વસુલાતના કોઇ પગલાં ભર્યા નથી

શોપિંગ મોલ પાસે ગેરકાયદે બાંધકામ સામે કોઇ કાર્યવાહી કરી નથી

ફાયર સેફટીની ચકાસણી કરી પગલાં લેવા તથા ફાયર હાયડ્રેન્ટની યાદી ડિઝાસ્ટર બુકમાં સામેલ કરવા સૂચના છતાં કાર્ય થયું નથી.

અન્ય સમાચારો પણ છે...