તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોલામાં મંદિર નજીક ગાળો બોલવા ના પાડતા જમાઈને ઝુડી નાખ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ તાલુકાના રોલા ગામે મંદિરની બાજુમાં 3 જેટલા યુવાનો ગાળાગાળી કરી રહ્યા હતા. ગામના જમાઈએ યુવકોને મંદિરની બાજુમાં ગાળાગાળી કરવાની ના પાડતા ગામના યુવાનોએ ગામના જમાઈને ઢીબી નાખ્યો હતો. પત્ની બચાવવા દોડી આવતા જમાઈનો જીવ બચ્યો હતો.

રોલા ગામે નિશાળ ફળિયામાં ઘર જમાઈ તરીકે રહેતા અજય રમેશભાઈ રાઠોડ, ધુળેટીના દિવસે સાંજે ગામમાં આવેલી દુકાનમાં સમાન લેવા ગયા હતા. મંદિરની બાજુમાં 3 જેટલા યુવાનો મંદિરની બાજુમાં ગાળાગાળી કરી રહ્યા હતા. જેને અજયે મંદિરની બાજુમાં બેસીને ગાળો બોલવાની ના પાડતા ગુસ્સે ભરેલા સુનીલ શૈલેષ રાઠોડ અને અક્ષય શૈલેષ રાઠોડ તથા પિતરાઈ ભાઈ રૂમિત સુરેશ રાઠોડે અજયને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. અજયે બુમાબુમ કરતા સ્થાનિક લોકોએ અને અજયની પત્નીએ વચ્ચે પડીને બચાવ્યો હતો. ઘટના અંગે ડુંગરી પોલીસ મથકે અજય રાઠોડે ત્રણેય યુવાનો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો