નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી ગોપી દેસાઈ 20 વર્ષ બાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી ગોપી દેસાઈ 20 વર્ષ બાદ ગુજરાતી રંગભૂમિ પર પુન: આગમન કરી રહ્યાં છે. તેમના દ્વારા અભિનીત નાટક‘ભારતીબેન ભૂલા પડ્યા’ વલસાડ ખાતે ધ્વનિ ગ્રુપ અને દિવ્યભાસ્કર દ્વારા રજૂ થઈ રહ્યું છે.

કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા દ્વારા નિર્મિત, વિપુલ મહેતા દ્વારા દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા દ્વારા લિખિત આ સુપરહીટ નાટક મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં 6 એપ્રિલ શનિવારે બે શોમાં સાંજે 6 કલાકે અને રાત્રે 9:45 કલાકે, જ્યારે 20 એપ્રિલ શનિવારે રાત્રે 9:45 કલાકે એક શોમાં ભજવાશે. રંગભૂમિના જાજરમાન કલાકાર ગોપી દેસાઈ અને કપિલ ભૂતા અભિનીત નાટક ‘ભારતીબેન ભૂલા પડ્યા’ જોવા માટે ધ્વનિ ગ્રુપના કલ્પેશ દેસાઈનો મો.નં. 81417 50000 પર સંપર્ક કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...