તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10 ની પરીક્ષામાં જિલ્લાના 41 હજારથી વધુ વિદ્યાર્થીઓ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી 7મી માર્ચથી સમગ્ર ગુજરાતમાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાંથી ધો.10માં 41,341 અને ધો.12માં 25,505 વિદ્યાર્થી પરીક્ષા આપશે. વલસાડ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાને લગતી તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં ધો.10 બોર્ડની પરીક્ષા માટે બે ઝોન ફાળવાયા છે. જેમાં વલસાડ-37માં 20,052 વિદ્યાર્થીઓ જ્યારે વાપી-38માં 21,289 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ બંને ઝોનમાં કુલ 41,341 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા છે.ધો.12 સામાન્યપ્રવાહમાં 15,405 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માં 8,600 વિદ્યાર્થી પરીક્ષા આપશે. સાયન્સની પરીક્ષા માં જિલ્લામાં 1500 વિદ્યાર્થી રિપીટર તરીકે પરીક્ષા આપી રહ્યા છે.

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા માટે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેન્દ્ર સંચાલક, સુપરવાઈઝર, ખંડ નિરીક્ષકની સૂચી પણ તૈયાર કરાઈ રહી છે. બોર્ડની પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે કચેરી દ્વારા તમામ પ્રકારની કામગીરી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો