તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગોદ શાંતિમંદિર હસ્તકલાની વિવિધ વસ્તુઓ જોઈને ટીવી એક્ટ્રેસ બની મંત્રમૂગ્ધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતના સૌથી વિક્સતા અને પર્યટક - ધાર્મિક સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવતા તિથલ અને તેના આસપાસના વિસ્તારની હરિયાળી અને શાંત વાતાવરણને લઈ આ પ્રદેશને જોવા નિહાળવા સામાન્ય માણસો તો ઠીક, પરંતુ મોટી હસ્તીઓ પણ લલચાઈ રહી છે. અહિં આવેલા ધાર્મિક સ્થળો, મંદિરો અને આધ્યાત્મિક સેન્ટરોમાં જીજ્ઞાષુ લોકોનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો છે. મગોદના શાંતિમંદિરની વાત કરીએ તો, અહિંના શાંત અને રમણીય વાતાવરણમાં સ્થાપિત આશ્રમશાળા જેવી મહા વિદ્યાલય અને હસ્તકલા સેન્ટરને જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. મંગળવારે શાંતિમંદિરે ટીવી એક્ટ્રેસ ટીના ફિલીપ આવી પહોંચી હતી. હસ્તકલાની વિવિધ વસ્તુઓને જોઈ ટીના દંગ થઈ ગઈ હતી.

ટીવી સિરિયલ ‘મેરે સાઈ’ અને ‘એક આસ્થા ઐસી ભી’ માં પોતાની અદાકારીની ઝલક બતાવનારી ટીવી અભિનેત્રી ટીના ફિલીપનું જન્મસ્થળ મૂળ દિલ્હી છે, પરંતુ વર્ષોથી તેનો પરિવાર લંડનમાં શિફ્ટ થતાં તેનો અભ્યાસ અને ઉછેર ત્યાંજ થયો હતો. ટીનાએ સીએ સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેને અભિનયનો ભારે શોખ હોવાને લઈ તે પોતાના માદરે વતન ભારત દોડી આવી હતી. મુંબઈ ખાતે તેણે અભિનયના ઓજસ પાથરવા કામગીરી શરૂ કરતાં તેને પ્રથમ ટીવી સિરિયલમાં મુખ્ય અભિનેત્રીનો રોલ મળ્યો હતો. ‘ એક આસ્થા ઐસી ભી’ હિન્દી ટીવી સિરીયલમાં તેણે ભજવેલા અભિનયથઈ પ્રેક્ષકો ખૂશ રહ્યા હતા. આ સિરિયલ સફળ બનતા તેને ‘મેરા સાઈ’ નામની સિરીયલમાં રેનુનો રોલ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો